દેશમાં સિમેન્ટનું ઉત્પાદન ૪૪ ટકા વધ્યું
મુંબઇ, દેશમાં સિમેન્ટનું ઉત્પાદન ગયા પાંચ મહિનામાં વર્ષાનુવર્ષ ધોરણે ૪૪ ટકા અને કોરોના પૂર્વેના એપ્રિલ-સપ્ટેમ્બર ૨૦૧૯ના ગાળાની તુલનાએ બે ટકા વધીને ૧૪૨ મિલ્યન ટન થયું છે.
આ માહિતી આપતાં રૅટિંગ એજન્સી ઇકરાએ કહ્યું છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં સિમેન્ટનું ઉત્પાદન આશરે ૧૨ ટકાના દરે વધીને ૩૩૨ મિલ્યન ટન અને ૨૦૨૨-૨૩માં ૩૫૮ મિલ્યન ટન થવાની ધારણા છે. ઇકરાએ સિમેન્ટ ઉદ્યોગ વિશેના પોતાના અહેવાલમાં કહ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં તથા માળખાકીય સુવિધાઓ માટેની માગ વધવાની સંભાવના છે.HS