ટ્યુશન ક્લાસના ૮ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યા
સુરત, રાજ્યમાં નવરાત્રી બાદ કોરોનાને લઈને ફરીથી ભય અને ફફડાટ ફેલાયો છે. બીજી તરફ, સુરતમાં ૮ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા હાહાકાર મચી ગયો છે. કરવામાં આવેલા ટેસ્ટમાં વિદ્યાર્થીઓ પોઝિટિવ જણાયા હતા. જે બાદ ટ્યુશન ક્લાસીસ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. મહત્વનું છે કે, અગાઉ ૭ ઓક્ટોબરના રોજ ટ્યુશનમાં આવતો એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો હતો.
જે બાદ ૧૨૫ અન્ય વિદ્યાર્થીઓના ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. ખાનગી ટ્યુશન ક્લાસના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત આવતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં પણ હાલ ફફડાટ જાેવા મળી રહ્યો છે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના કમિશનર આશિષ નાયકે જણાવ્યું કે, ન્યુ સિટીલાઇટ સ્થિત એક ખાનગી ટ્યુશન ક્લાસીસના સાત વિદ્યાર્થીઓના કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ટેસ્ટમાં સામે આવ્યું કે આ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ હતા. જે બાદ સતર્કના ભાગ રૂપે અને અન્ય કોઈ વિદ્યાર્થીઓેને ચેપ ન લાગે એ માટે આ ટ્યુશન ક્લાસને ૧૪ દિવસ માટે સીલ કરી દેવામાં આવ્યો છે. આ પહેલાં ગઈ સુરતની એક ખાનગી શાળામાં કેટલાંક વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા શાળા બંધ રાખવાની ફરજ પડી હતી.
ત્યારબાદ બીજી વખતે સુરતમાં જ ટ્યુશન ક્લાસના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત જણાતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.SSS