Western Times News

Gujarati News

આરોગ્યની સેવાઓ છેવાડાના માનવી સુધી પહોંચી છેઃ આરોગ્યમંત્રી

મહેસાણા, વિજાપુર તાલુકાના કુકરવાડા ખાતે ખાનગી હોસ્પિટલના ઉદ્ધાટન અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર કુકરવાડાની મુલાકાત પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રતિવર્ષ ૫૬૦૦ ડોક્ટરો અને ૧૯૦૦ ખાસ ડોક્ટરોની મેડીકલ બેઠકો ઉપલ્બધ છે.

તેમણે ઉમેર્યું હતું કે આગામી વર્ષમાં પાંચ નવી મેડીકલ કોલેજાે શરૂ થનાર છે અને ત્રણ મેડીકલ કોલેજાે મંજુરી અર્થે પ્રક્રિયામાં છે તેમ જણાવી ૬૪૦૦ બેઠકોની ઉપલબ્ધતાની સાથે શરીરના પ્રત્યેક અંગની સારવાર માટે નિષ્ણાતો રાજ્યમાં મળી રહેશે તેમ જણાવ્યું હતું

આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલે ઉમેર્યું હતું કે આરોગ્યની સુખાકારી સેવાઓ છેવાડાના માનવીને મળી રહે તે માટે સરકારે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે. તેમણે ઉમેર્યું હતું કે દેશના પ્રધાનમંત્રીશ્રીની ર્દિધદષ્ટીને પગલે આપણે કોરોના સંક્રમણ અટકાવી શક્યા છીએ

તેમ જણાવી નાગરિકોને સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવા અનુંરોધ કર્યો હતો આરોગ્ય મંત્રીશ્રીએ ઋષિકેશભાઇ પટેલે ઉમેર્યું હતું કે આયુષ્યમાન ભારત કાર્ડ યોજના વિશ્વની અનોખી યોજના છે. ગરીબ અને જરૂરીયાતમંદ દર્દીઓને રૂ ૦૫ લાખની મેડીકલ ઇમરજન્સી સેવાઓ માટે ઉપયોગી થાય છે.

તેમણે ઉમેર્યું હતું કે આરોગ્યની સુખાકારી સેવાઓ મળી રહે તે માટે સરકારે રૂ ૭૫ કરોડના ખર્ચે સિવિલમાં અધતન કેન્સરની સારવાર માટેના સાધનો ઉપલબ્ધ કરાવ્યા છે.

આરોગ્ય મંત્રીશ્રીએ ઋષિકેશભાઇ પટેલે ઉમેર્યું હતું કે કોરાના સંક્રમણને ખાળવા માટે રસીકરણની તાતી જરૂરીયાત છે.ગુજરાત રાજ્ય રસીકરણની દિશામાં અગ્રેસર રાજ્ય બન્યુ છે.તેમણે ઉમેર્યું હતું કે આગામી સમયમાં ૦૨ થી ૧૮ વર્ષના બાળકો,કિશોરો માટે રસી ઉપલ્બધ થવાની છે.

નાગરિકોએ રસીકરણ કરાવી કોરોનાથી સુરક્ષિત બને તેવી અપીલ કરી હતી આરોગ્યમંત્રીશ્રીએ ઋષિકેશભાઇ પટેલે કુકરવાડા ખાતે ખાનગી હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે નાગરિકોને કીફાયતીદર,માનવી અભિગમ,સંવેદના સાથે પારિવારીક ભાવના સાથે દર્દીઓની સેવા થાય તેવો અનુંરોધ કર્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી રમણભાઇ પટલે,ઉમિયાધામ સોલાના ચેરમેન ડી.ડી.પટેલ,ગાંધીનગર જિલ્લા અગ્રણી અનિલ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યા હતા કુકરવાડા સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડો વિષ્ણું પટેલ, આરોગ્ય અધિકારીઓ,કુકરવાડા સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.