પેટ્રોલ-ડીઝલના ભાવ વઘ્યા બાદ અદાણી અને ગુજરાત ગેસ કંપનીએ ભાવ વધાર્યા

નવીદિલ્હી, પેટ્રોલ-ડીઝલના દરરોજ વધતા ભાવથી મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય માનવી ઉપર હવે સરકારે મોંઘવારીનો ડબલ એટેક કર્યો છે પેટ્રોલ-ડીઝલ બાદ સીએનજીના ભાવમાં પણ સતત વધારો કરવામાં આવી રહ્યો છે જેના કારણે પ્રજાના હાલબેહાલ થયા છે. સામાન્ય નાગરિકોને વાહન ચાલવવું મુશ્કેલ બની રહ્યં છે. અદાણીએ ફરી એકવાર ઝ્રદ્ગય્ના ભાવમાં ધરખમ વધારો કર્યો છે,
અદાણીએ સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ ૧.૫ રૂપિયાનો વધારો કરતા હવે આજથી સીએનજી પ્રતિ કિલો ૬૨.૯૯ રૂપિયા મોંઘુ બન્યું છે, જ્યારે આ તરફ અદાણી બાદ ગુજરાત ગેસ કંપનીએ સીએનજી ભાવમાં ૨.૬૮ રૂપિયાનો વધારો કર્યો છે તો સીએનજીના ભાવમાં પણ ૧.૩૫ રૂપિયા વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જે બાદ હવે ગરીબ અને મધ્યમ વર્ગ પર મોંઘવારીનો બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે.
આ અગાઉ ૨ ઓક્ટોબરે ભાવવધારો કરવામાં આવ્યો હતો. આમ, આઠ મહિનામાં જ પાંચમી વખત સીએનજી-પીએનજીના ભાવ વધારવામાં આવ્યા છે. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડના જણાવ્યા અનુસાર સીએનજી અને પીએનજી હવે બે રૂપિયાથી વધુ મોંઘા થઈ ગયા છે.
દિલ્હીમાં સીએનજીની કિંમત વધીને પ્રતિ કિલોગ્રામ રૂ.૪૯.૭૬થઈ ગઈ છે અને પીએનજીની કિંમત વધીને પ્રતિ એસસીએમ (સ્ટાન્ડર્ડ ક્યૂબિક મીટર) રૂ.૩૫.૧૧ના ભાવે મળશે, જ્યારે નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં સીએનજી પ્રતિકિલો રૂ.૫૬.૦૨ના ભાવે અને ગુરુગ્રામમાં પ્રતિકિલો રૂ.૫૮.૨૦ના ભાવે મળશે.
ગઈ સાલ ૪ ઓક્ટોબરના રોજ પણ સીએનજી-પીએનજીના ભાવ વધારાયા હતા. એ વખતે રાજધાની દિલ્હીમાં સીએનજીની કિંમત વધીને પ્રતિકિલો રૂ.૪૨.૭૦ અને પીએનજીની કિંમત વધીને પ્રતિ એસસીએમ રૂ.૨૭.૫૦ થઈ હતી. કેટલાંક શહેરોમાં સીએનજી અને પીએનજીના ભાવમાં જાેરદાર વધારો થઈ ગયો છે, જેમ કે કાનપુર,ફતેહપુર અને હમીરપુરમાં સીએનજીનો ભાવ પ્રતિકિલો રૂ.૬૬. ૫૪ને આંબી ગયો છે.
એ જ રીતે એજમેર, પાલી અને રાજસમંદમાં પ્રતિકિલો ભાવ વધીને રૂ.૬૫.૦૨ થઈ ગયો છે, જ્યારે મુઝફ્ફરનગર,મેરઠ અને શામલીમાં સીએનજીનો પ્રતિકિલો ભાવ વધીને રૂ.૬૩.૨૮ થયો છે.HS