Western Times News

Gujarati News

મુંબઇમાં આશ્રય યોજનામાં મોટા ગોટાળાનો ભાજપનો આરોપ

મુંબઇ, મહારાષ્ટ્રમાં બીજેપીએ સફાઇ કર્મચારીઓ માટે શરૂ કરેલી આશ્રય યોજનામાં મોટા ઘોટાળાનો આરોપ મૂક્યો છે. બીજેપીનો આરોપ છે કે બીએમસી અને શિવસેનાએ ૧૮૪૪ કરોડ રૂપિયાનો ઘોટાળો કર્યો છે. બીજેપીનું કહેવું છે કે આ યોજનામાં બીએમસી દ્વારા નક્કી કરેલ રકમ કરતા કૉન્ટ્રેક્ટરે ત્રણગણું વધારે ટેન્ડર ભર્યું છે. સાથે જ પ્લાન સબમિટ કરી કુલ રકમનો ૫ ટકા એડવાન્સ લીધો છે.

આ કુલ ૧૮૪૪ કરોડ રૂપિયાનો ઘોટાળો છે. ભાજપ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળીને આ મામલે ફરિયાદ કરશે. સાથે જ લોકાયુક્ત પાસે સંપૂર્ણ ઘટનાની તપસાની માગ કરવામાં આવી છે.

બીએમસીમાં પાર્ટી નેતા વિનોદ મિશ્રાએ કહ્યું કે બીએમસીએ યોજના હેઠળ ૯ સ્થળો પર સફાઇ કર્મચારીના ઘર બનાવવાની યોજનાને પરવાનગી આપી છે. બધા પ્રૉજેક્ટ્‌સ માટે બીએમસીએ ૧૪૭૯ કરોડ રૂપિયાની ન્યૂનતમ રકમ નક્કી કરી છે. જ્યારે કૉન્ટ્રેક્ટરે બીએમસીએ નક્કી કરેલી લકમ કરતા લગભગ અઢી ગણી વધારે રકમ એટલે કે ૩૩૨૩ કરોડ રૂપિયાનું ટેન્ડર ભર્યું છે, જે બીએમસીના ભાવ કરતા ૧૮૪૪ કરોડ રૂપિયા કરતા વધારે છે.

આશ્રય યોજના હેઠળ મુંબઇ અને ઉપરનગરમાં ૧૧ પ્રૉજેક્ટ્‌સ માટે સપ્ટેમ્બર ૨૦૧૯માં ટેન્ડર મગાવવામાં આવ્યો હતો, પણ ફેબ્રુઆરી ૨૦૨૦માં પ્રશાસને તેને રદ કરી દીધો હતો. બીએમસીએ ૨૮ એપ્રિલ ૨૦૨૦ના નવી શરતો સાથે માત્ર બીએમસીની વેબસાઇટ પર ટેન્ડર જાહેર કર્યો ૧૧ પ્રૉજેક્ટમાંથી ૨ ડ્રૉપ કરી દેવામાં આવ્યા. ૯ પ્રૉજેક્ટ માટે લગભગ ૩,૩૦૦ કરોડ રૂપિયાથી વધારેનો ટેન્ડર ભરવામાં આવ્યો.

આરોપ છે કે મેમાં અતિરિક્ત આયુક્તે (પ્રૉજેક્ટ) નિર્માણની રકમ ૬૩,૩૩૩ રૂપિયા સ્ક્વેર મીટરથી ઘટાડીને ૫૨,૪૪૫ સ્ક્વેર મીટર કરી દીધી. એટલું જ નહીં, બિલ્ડરને ૪૮૦૦ રૂપિયા સ્ક્વેર મીટર પર આશ્રય યોજનાનું કામ આપવામાં આવી રહ્યું છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.