વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૩ ઑક્ટોબરે સ્વયંપૂર્ણ મિત્રો સાથે વાતચીત કરશે
પણજી, ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૩ ઑક્ટોબરે સ્વયંપૂર્ણ મિત્રો સાથે વાતચીત કરશે અને સ્વયંપૂર્ણ મિત્ર, પંચાયતો, નગરપાલિકાઓ, વિભાગોના વડાઓને મળશે. તાલુકા નોડલ અધિકારીઓ અને સુપરવાઇઝરો સાથે સમીક્ષા બેઠક કરશે.
આર્ત્મનિભર ભારત અને સ્વયંપૂર્ણ ગોવા મિશન અંતર્ગત ભારત સરકાર દ્વારા સ્વયંપૂર્ણ મિત્રોની નિમણૂક કરવામાં આવે છે. સીએમ સાવંતે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ પૂર્ણા ગોવા દ્વારા કરવામાં આવેલા કામનો સ્વીકાર કર્યો છે અને એ પણ કહ્યું છે કે તેઓ ૨૩ ઑક્ટોબરે સ્વયંપૂર્ણ મિત્રો, સરપંચ અને પંચ સભ્યો સાથે વાતચીત કરશે.HS