જેકલીન ફનાર્ન્ડિસ ફરી ઈડીની ઑફીસ ન પહોંચી
મુંબઇ, જેકલીનને છેલ્લા ચાર દિવસમાં ત્રણવાર પૂછપરછ માટે ઈડ્ઢએ બોલાવી હતી પરંતુ તેણે ત્રણ દિવસ ૧૫ ઓક્ટોબર, ૧૬ ઓક્ટોબર અને ૧૮ ઓક્ટોબરની ઈડીની પૂછપરછને સ્કિપ કરી દીધી હતી. આ પહેલા ૨૫ સપ્ટેમ્બરની પૂછપરછમાં પણ તેણે પર્સનલ કારણ બતાવ્યું હતુ અને નહોતી આવી.
સુકેશ ચંદ્રશેખર કેસમાં જેક્લીન સિવાય નોરાનું કનેક્શન પણ સામે આવી રહ્યું હોવાના અહેવાલ છે. ઇડી આ સંબંધમાં તેની પૂછપરછ કરવા માંગે છે. અગાઉ જેકલિનને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું છે કે સુકેશ દ્વારા જેકલીનને પણ ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કારણોસર, અભિનેત્રી પાસેથી પણ સુકેશ વિશે પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે.
દિલ્હીની તિહાડ જેલમા બંધ સુકેશ ચંદ્ર શેખર ૨૦૦ કરોડની છેતરપિંડીનો આરોપી છે અને આ મામલે આજે નોર ફતેહી સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. નોરાની સાથે સાથે ઈડીએ ફરીથી જેક્લીનને પણ સમન પાઠવ્યું છે. સુકેશ નામક વ્યક્તિએ નોરા ફતેહી અને જેક્લીન સાથે છેતરપિંડી કરી હોવાનો આરોપ છે.HS