ટાટા મોટર્સે આટલી ઓછી કિંમતમાં લોન્ચ કરી, સબ- કોમ્પેક્ટ SUV પંચ
ગ્લોબલ એનસીએપી પાસેથી 16.453 પોઈન્ટ્સનું 5- સ્ટાર સેફ્ટી રેટિંગ કમાણી કર્યું, જે ભારતમાં કોઈ પણ વાહન દ્વારા પ્રાપ્ત સર્વોચ્ચ એડલ્ટ ઓક્યુપન્ટ પ્રોટેકશન રેટિંગ પોઈન્ટ્સ છે.
મુંબઈ, ભારતની અવ્વલ ઓટોમોબાઈલ બ્રાન્ડ ટાટા મોટર્સ દ્વારા આજે પુખ્ત પ્રવાસીના રક્ષણ માટે અત્યંત પ્રતિષ્ઠિત વૈશ્વિક એનસીએપી 5-સ્ટાર રેટિંગ અને બાળક પ્રવાસીના રક્ષણ માટે 4- સ્ટાર રેટિંગ (40.891)ની પ્રાપ્તિ અને ભારતની સૌપ્રથમ સબ- કોમ્પેક્ટ એસયુવીની તેની ન્યૂ ફોરેવર રેન્જમાં નવી ઓફર ટાટા પંચ લોન્ચ કરી હતી.
અનેક ઉદ્યોગમાં અવ્વલ ફીચર્સ સાથે ટાટા પંચ અદભુત ડિઝાઈન, વર્સેટાઈલ અને સહભાગી કામગીરી, રૂમી અને સ્પેશિયસ ઈન્ટીરિયર્સ અને સંપૂર્ણ સુરક્ષા સાથે સર્વ ટાટા એસયુવીનો દાખલો બેસાડતા ચાર મુખ્ય પાયાઓ પર ભાર આપે છે. તે રાષ્ટ્રભરમાં 1000થી વધુ ટાટા મોટર્સના શોરૂમોમાં રૂ. 5.49 લાખની કિંમતે ડિલિવરી માટે હવે ઉપલબ્ધ છે (કિંમત એક્સ- શોરૂમ દિલ્હી છે).
આ આકર્ષક નવી ઓફરના લોન્ચ પર બોલતાં ટાટા મોટર્સના પેસેન્જર વેહિકલ્સ બિઝનેસ યુનિટ (પીવીબીયુ)ના પ્રેસિડેન્ટ શ્રી શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે પંચ સાથે અમે અસલ એસયુવીના ગુણો સાથે આકારમાં નાની કાર માટે વધતી જરૂરને પહોંચી વળવા માટે એકંદરે સંપૂર્ણ નવી શ્રેણી નિર્માણ કરી છે.
ઈમ્પેક્ટ 2.0 ડિઝાઈન લેન્ગ્વડ હેઠળ ડિઝાઈન કરવામાં આવેલી પંચ અદભુત, બોલ્ડ એસયુવી છે. તેની ઊંચાઈ, હાઈ ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને કમાન્ડિંગ ડ્રાઈવિંગ પોઝિશન ભારતીય રસ્તાઓ પર આવતા સર્વ અણધાર્યા પડકારોમાં પણ પ્રવાસ દરમિયાન મંત્રમુગ્ધ કરનારો ડ્રાઈવિંગ અનુભવ આપે છે.
કક્ષામાં અવ્વલ આરામ, આધુનિક ઈન્ફોટેઈનમેન્ટ અને કનેક્ટિવિટી વધતા ઈચ્છનીય ભારતીય કારના ખરીદદારોની ઉચ્ચ અપેક્ષાઓ સાથે સુમેળ સાધે છે. તેના લોન્ચ પૂર્વે પંચે સુરક્ષા માટે જીએનસીએપી 5-સ્ટાર રેટિંગ પ્રાપ્ત કરીને ઉત્તમ શરૂઆત કરી છે.
કંપની તરીકે અને ભારતીય કાર ઉત્પાદક તરીકે પણ અમારે માટે આ ગૌરવશાળી અવસર છે, કારણ કે અમે બજારમાં લગભગ દરેક નવી પ્રોડક્ટ સાથે સુરક્ષાના અમારા વચનને પૂરું કરવાનું ચાલુ રાખ્યું છે. અમને વિશ્વાસ છે કે અનોખી ભિન્નતા, ફીચર પેકેજ અને સંપૂર્ણ સુરક્ષા સાથે પંચ આગામી દિવસોમાં ગતિશીલ ભારતીય કાર બજારમાં તેની આગવી છાફ નિશ્ચિત જ છોડીને રહેશે.
ભારત, યુકે અને ઈટાલીમાં ટાટા મોટર્સના ડિઝાઈન સ્ટુડિયોઝે આ અજોડ વાહન ડિઝાઈન કરવા માટે જોડાણ કર્યું હતું, જે પછી ટાટા મોટર્સની ઈન્ડિયા ટીમદ્વારા તેનું એન્જિનિયરિંગ અને વિકાસ કર્યા હતા,
જે સાથે જગ્યામાં મોટી પરંતુ આકારમાં નાની એસયુવી માટે ગ્રાહકોની વધતી જરૂરને પહોંચી વળવા માટે ભારતની પ્રથમ સબ- કોમ્પેક્ટ એસયુવી નિર્માણ કરી છે. સિદ્ધ અને આધુનિક એજાઈલ લાઈટ ફ્લેક્સિબલ એડવાન્સ્ડ (આલ્ફા) આર્કિટેક્ચર સાથે ઘડાયેલી પંચ ફંકશનાલિટી અને ડ્રાઈવિંગની ખુશીને બુલંદ બનાવવા માટે અનેક ઉદ્યોગ અવ્વલ નવીનતાઓનો સમાવે છે.
ઉપરાંત ટ્રિમ્સના પારંપરિક ઉદ્યોગના વ્યવહારની જગ્યાએ ટાટા મોટર્સે પંચ પરિવાર વિકસાવવા માટે નવા યુગનો, માનવલક્ષી અભિગમ અપનાવ્યો છે. તે પ્યોર, એડવેન્ચર, એકમ્પ્લિશ્ડ અને ક્રિયેટવ એમ ચાર અજોડ વ્યક્તિત્વમાં મેન્યુઅલ (એમટી) અને ઓટોમેટિક (એએમટી) ટ્રાન્સમિશન વિકલ્પોમાં ઉપલબ્ધ હોઈ ગ્રાહકોને વૈવિધ્યપૂર્ણ જીવનશૈલી પ્રદાન કરે છે.
પ્યોર વ્યક્તિત્વ મિનીમાલીઝમ અને સાદગી ચાહતા અને કોઈ પણ ગૂંચ વિના કામગીરીને અગ્રતા આપતા ગ્રાહકો માટે તૈયાર કરાયું છે. એડવેન્ચર વ્યક્તિત્વ મજેદાર બહારી સફર માટે સાહસ અને પ્રેમ ઘેલા ગ્રાહકો માટે બનાવવામાં આવ્યું છે. એકમ્પ્લિશ્ડ વ્યક્તિત્વ શહેરી પ્રવાસીઓ માટે છે,
જેઓ સક્રિય મહાનગરી જીવનને પૂરક ઘણા બધા ફીચર્સ સાથે સ્ટાઈલ સ્ટેટમેન્ટ કરવા માગે છે. ક્રિયેટિવ વ્યક્તિત્વ ડિજિટલ નેટિવ્ઝ માટે તૈયાર કરાયું છે, જેઓ માહિતીને તેમની આંગળીને ટેરવે રાખવા માગે છે અને ગ્રાહકોની ટેક- સાવી જીવનશૈલી સાથે સુમેળ સાધતા ફીચર્સ ધરાવે છે.
ઉપરાંત ગ્રાહકો 7 વાઈબ્રન્ટ રંગો પસંદ કરીને તેમની પંચની છાપ છોડી શકે અને તેમના વ્યક્તિત્વ સાથે સુમેળ સાધતાં રિધમ અને ડેઝલ કસ્ટમાઈઝેશન પેક્સ સાથે તેમના વ્યક્તિત્વને વધુ નિખારી શકે છે.