Western Times News

Gujarati News

સ્વિટીના બળેલાં હાડકા તપાસ માટે અમેરિકા મોકલાશે

વડોદરા,  વડોદરા જિલ્લાના ચકચારી હત્યા કેસ એટલે કે પીઆઈ અજય દેસાઈએ તેની પત્ની સ્વિટી પટેલની કરેલી હત્યા કેસમાં તપાસ અધિકારીઓએ કોર્ટમાં ૧૩૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. તેમાં બે અલગ-અલગ કલમનો ઉમેરો પણ કરવામાં આવ્યો હતો.

તો સ્વિટીના બળેલા હાડકાની તપાસ માટે અમેરિકા મોકલવાનો ર્નિણય પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. સ્વિટી પટેલ હત્યા કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પીઆઈ અજય દેસાઈ અને કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરી હતી. તપાસમાં સૌથી મોટો ખુલાસો થયો હતો

કે અજય દેસાઈએ સ્વિટી પટેલની હત્યા કરી તેની લાશને દહેજવા અટાલી પાસે એક અવાવરૂ મકાન પાસે લઈને સળગાવી દીધી હતી. કિરીટસિંહે પીઆઈ દેસાઈની મદદ કરી હતી. પોલીસે આ મામલે સમગ્ર તપાસ હાથ ધરીને કોર્ટમાં ૧૩૦૦ પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. પોલીસે તમામ પૂરાવા સાથે ૧૦૦ જેટલા વ્યક્તિઓના નિવેદનો પણ લીધા છે.

https://westerntimesnews.in/news/135000

 

તો પોલીસે બે અન્ય કલમનો ઉમેરો પણ કર્યો હતો. ૨૦૧૫માં સ્વિટી પટેલ અને દેસાઇ એક સામાજિક પ્રસંગમાં સંપર્કમાં આવ્યા હતા. સ્વિટી પટેલે લગ્ન કર્યાનાં ૧ જ મહિનામાં છુટાછેડા લઇ લીધા હતા. ત્યાર બાદ દેસાઇ અને બંન્ને સાથે રહેવા લાગ્યા હતા. પીઆઇએ પોતે હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. આ ઉપરાંત જ્યાં મૃતદેહ હતો ત્યાં હોટલના માલિકને પણ ઝડપી લેવાયો હતો.

https://westerntimesnews.in/news/132237

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.