ચીને LAC પર ૧૦૦થી વધુ એડવાન્સ રોકેટ લોન્ચર તૈનાત કર્યા

બેઈજિંગ, સરહદ વિવાદ ઉકેલવા માટે જ્યાં એક બાજુ ભારત વાતચીત પર ભાર મૂકી રહ્યું છે ત્યાં ચીન સતત ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી રહ્યું છે. વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીનની ચાલબાજી ફરી એકવાર સામે આવી છે. ચીને સરહદ પર ૧૦૦થી વધુ એડવાન્સ રોકેટ લોન્ચરની તૈનાતી કરી છે. એટલું જ નહીં ચીની સેનાએ LAC નજીક ૧૫૫ એમએમ કેલિબરની PCL-181 સેલ્ફ પ્રોપેલ્ડ હોવિત્ઝર પણ તૈનાત કરી છે. જે દર્શાવે છે કે ચીનના ઈરાદા જરાય સારા નથી.
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટમાં ચીની સેનાના સૂત્રોના હવાલે જણાવવામાં આવ્યું છે કે ચીને ભારત સાથે પોતાની હાઈ એલ્ટિટ્યૂડવાળી સરહદે ૧૦૦થી વધુ એડવાન્સ લોંગ રેન્જ રોકેટ લોન્ચર્સ તૈનાત કર્યા છે. સૂત્રોએ જણાવ્યું કે પીપલ્સ લિબરેશન આર્મી હિમાલયની ગાત્રો થીજવી નાખે તેવી ઠંડીની તૈયારી કરી રહી છે. આ તૈનાતી સ્૭૭૭ અલ્ટ્રા લાઈટ હોવિત્ઝર સાથે ભારતીય સેનાની ત્રણ રેજિમેન્ટોની તૈનાતીના જવાબમાં કરાઈ છે.
ચીને એલએસી પર PHL-03 લોંગ રેન્જ મલ્ટીપલ રોકેટ લોન્ચર સિસ્ટમ પણ તૈનાત કરી છે. ચીની મીડિયા મુજબ નવા PHL-03 મલ્ટીપલ રોકેટ લોન્ચર્સની ૧૦ યુનિટને લદાખ નજીક મોકલવામાં આવી છે. તેના દરેક યુનિટમાં ચાર ક્રુ મેમ્બર સામેલ છે. જેમાં ૩૦૦ MMના ૧૨ લોન્ચર ટ્યૂબ લાગેલા છે. રોકેટ ૬૫૦ કિમીના અંતર સુધી હુમલો કરવામાં સક્ષમ છે. તેના ૧૨ મીટર લાંબા રોકેટ ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાણ ભરી શકે છે.
ચીને ભારતીય સરહદે ટાઈમ પીસીએલ-૧૯૧ રોકેટ લોન્ચરને પણ તૈનાત કર્યા છે. જેને ચીનના એઆર ૩ સિસ્ટમના આધાર પર વિક્સિત કરાયા છે. આ રોકેટ સિસ્ટમની રેન્જ ૩૫૦ કિમી સુધીની જણાવાઈ રહી છે. આ મોડ્યૂલર રોકેટ સિસ્ટમ આઠ ૩૭૦ મિમીના રોકેટને ફાયર કરી શકે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ચીની સેનાએ ૧૦૦થી વધુ પીસીએલ-૧૮૧ ટ્રક માઉન્ટેડ હોવિત્ઝરની પણ તૈનાતી કરી છે. આ ઉપરાંત ૧૫૫ એમએમ કેલિબરની PCL-181 સેલ્ફ પ્રોપેલ્ડ હોવિત્ઝરને પણ લદાખની આસપાસના વિસ્તારોમાં તૈનાત કરાઈ છે.SSS