૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૧૪,૬૨૩ નવા કેસ
નવીદિલ્હી, ગત ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૧૪ હજાર ૬૨૩ નવા મામલા આવ્યા છે. આ મામલા ૧૫ હજારથી ઓછા છે પણ ૧૯ ઓક્ટોબરના મામલા કરતા વધારે છે. ૧૯ ઓક્ટોબરો ૧૩, ૦૫૮ મામલા નોંધાયા હતા. જ્યારે ૧૬૪ લોકોના મોત થયા હતા. જ્યારે આજે એટલે કે ૨૦ ઓક્ટોબરે ૧૯૭ કોરોનાના દર્દીએ જીવ ગુમાવ્યો છે.
રિકવરી રેટ સતત પોતાના ઉચ્ચતમ સ્તર પર છે અને ગત વર્ષે માર્ચની સરખામણીએ આ સૌથી વધારે છે. ગત ૪ દિવસોથી કોરોનાના કેસ ૧૫ હજારથી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાના તાજા ટ્રેંડને જાેતા એક્સપર્ટ્સે કહ્યું છે કે જાે કોરોનાની ત્રીજી લહેર આવે પણ છે તો તે ૨૦૨૨ના મધ્ય સમય સુધી હશે. હાલ એવું થવાની શક્યતા નથી.
તાજા આંકડા મુજબ આ સમયમાં કોરોનાના ૧૯ હજાર ૪૪૬ દર્દી સાજા થયા છે. એક્ટિવ કેસો ઘટવાનું પણ સતત ચાલું છે અને હવે આ કુલ મામલાના ફક્ત ૦.૫૨ ટકા રહી ગયા છે. દેશમાં કોરોનાના ફક્ત ૧ લાખ ૭૮ હજાર એક્ટિવ કેસ રહ્યા છે. ગત ૨૨૯ દિવસોમાં સૌથી ઓછા છે. કોરોનાથી સાજા થનારાનો દર ૯૮.૧૫ ટકા પહોંચી ગયો છે. જે ગત વર્ષ માર્ચથી અત્યાર સુધીનો સૌથી વધારે આંકડો છે.
ગત ૧૧૭ દિવસથી અઠવાડિક પોઝિટિવિટી રેટ ૩ ટકાથી નીચે બનેલો છે. ત્યારે દેશમાં અત્યાર સુધીમાં ૯૯.૧૨ કરોડ રસીના ડોઝ લગાવાઈ ચૂક્યા છે અને આવતા કેટલાક દિવસોમાં જ ભારત ૧૦૦ કરોડ ડોઝ આપવાનો રેકોર્ડ પણ બનાવી લેશે.HS