કાબુલમાં વિસ્ફોટ,તાલિબાને મૃતકોની સંખ્યા જણાવવાથી ઈનકાર કર્યો

કાબુલ, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ સ્થિત દેહમાજાંગ ચૌકની પાસે આજે સવારે એક જાેરદાર વિસ્ફોટ થયો છે. આ ઘટનામાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેની જાણકારી હાલ સામે નથી આવી.
ત્યારે તાલિબાન પ્રશાસને મૃતકોની સંખ્યા જણાવવાથી હાલમાં ઈનકાર કરી દીધો છે. સમાચાર પત્ર સિન્હુઆ અનુસાર એક સ્થાનીય નિવાસીએ જાણકારી આપતા કહ્યું કે દેહમાજાંગ વિસ્તારમાં સવારે ૭.૫૦ વાગે એક જાેરદાર વિસ્ફોટ સંભળાયો અને આ અવાજથી લોકોમાં ભય ફેલાયો. ત્યારે કેટલાક લોકોનું કહેવું છે કે આ કાર બોમ વિસ્ફોટ થઈ શકે છે. પ્રત્યક્ષદર્શી અનુસાર તાલિબાન સુરક્ષા દળના વાહન વિસ્તાર તરફથી દોડી રહ્યા છે.
પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તાલિબાન દળોને શક્ય હુમલા વિશે પહેલાથી સતર્ક કર્યા હતા. કેમ કે તેમણે મંગળવારે કાબૂલ શહેરમાં અનેક ચોકીઓની સ્થાપના કરી અને શહેરમાં અલગ અલગ સ્થાનો પર મુખ્ય રસ્તાઓ પરથી પસાર થનારા વાહનોની તપાસ કરી હતી. જાે કે તાલિબાન પ્રશાસને આ ઘટના પર કોઈ પણ રીતની જાણકારી આપવાથી ઈનકાર કરી દીધો છે.
ઓગસ્ટના મધ્યમાં તાલિબાનના કબ્જા બાદથી આખા અફઘાનિસ્તાનમાં સુરક્ષા સ્થિતિ સામાન્ય રુપથી શાંત પરંતુ અનિશ્ચિત બનેલા છે. જાે કે હાલના અઠવાડિયામાં અનેક અફઘાન પ્રાન્તમાં ઈસ્લામિક સ્ટેટ સાથે જાેડાયેલા આતંકવાદીઓ દ્વારા ઘાતક બોમ હુમલાને આખરી ઓપ અપાયો છે.HS