દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વાર્ષિક સભા યોજાઈ
દમણ, દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ૪૧મી વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં ડીઆઇએના નવા પ્રમુખ પદ પર પવન અગ્રવાલનો ચયન કરવામાં આવ્યો હતો . ડીઆઇએની સામાન્ય સભાનું સંચાલન સચિવ સન્ની પારેખે કર્યુ હતું . વર્ષ દરમ્યાનના ખર્ચ- અને હિસાબો રજુ કરાયા હતાં .
નવા પ્રમુખને ચાર્જ સોંપાતા પહેલા રમેશ કુંદનાનીએ જણાવ્યું હતું કે તેઓ ૪ વર્ષ ત્રણ મહિના સુધી ડીઆઇએના પ્રમુખ રહ્યા હતાં. અને તેમના કાર્યકાળ દરમ્યાન દમણમાં વડાપ્રધાનથી લઇને રાષ્ટ્રપતિએ મુલાકાતો લીધી હતી. અને પ્રશાસને આપેલી તમામ જીમેવારી ઉધોગ સભ્ય મિત્રો ના સહયોગ થી સારી રીતે પૂરી પાડી હતી
રસીકરણ ઝૂંબેશમાં ડીઆઇએએ સારો સહકાર આપ્યો હતો . સામાન્યસભામાં નવી કમિટીને કારભાર સોંપવામાં આવ્યો હતો . ડીઆઇએના પ્રમુખ પવન અગ્રવાલ , ઉપાધ્યાય શરદ પુરોહિત, સચિવ સન્ની પારેખ , ખજાનચી આર . કે . શુકલા , સહ સચિવ રાજકુમાર લોઢા , એડવાઇજર તરીકે મુકેશ શેઠનો સમાવેશ નવી કમીટીમાં કરવામાં આવ્યો હતો .
જેની સાથે એકજીક્યુટિવ કમિટી માં પી.કે.સિંહ, કાનજી ટંડેલ, વિનીત ભાર્ગવ, જિનેન્દ્ર બોરઠા, હિતેશ ગુડકા, બાબુલાલ શર્મા, છોટુ પટેલ, મનોજ નંદાનીયા, રોનક શેઠ, ગૌરવ ચૌધરી, હરિશ પટેલ અને તુશિત બંસલ નો સમાવેશ કરવામાં આવ્યું છે, સંઘપ્રદેશ માં પ્રશાસક પ્રફુલભાઇ પટેલના માર્ગદર્શનથી અનેક વિકાસના કામો થઇ રહ્યાં છે .
આ સાથે ઔદ્યોગિક સ્થળ માટે પણ કાર્યો થયા છે . ડીઆઇએ પ્રમુખ પવન અગ્રવાલે જણાવ્યું હતું કે દમણમાં અત્યારે ૨૦૦૦ થી ૩૦૦૦ ઉદ્યોગો કાર્યરત છે જેમાં થી ફક્ત ૭૪૦ ઉદ્યોગ ડી આઈ એ સાથે જાેડાયેલા છે અને અમારું પ્રથમ લક્ષ્ય ૭૪૦ થી વધારી ને ૧૦૦૦ કરવાનો છે,
પૂર્વ પ્રમુખ રમેશ કુંદનાની પોતાની જૂની ટીમ નો મળેલો સંપૂર્ણ સહયોગ બદલ આભાર વ્યક્ત કરતા નવી ટીમ ને શુભેચ્છાઓ પાઠવી હતી આ સાથે ઉદ્યોગપતિ સત્યેન્દ્ર કુમાર દ્વારા પણ નવી ટીમ ના તમામ સંભ્યો ને શુભેચ્છાઓ પાઠવી હતી અને જૂની ટીમ ની કામગીરી ના વખાણ કર્યા હતા