સૌથી સુરક્ષિત ક્રિપ્ટો એક્સચેન્જ મંચ ‘BITSZ’ ભારતમાં લોન્ચ કરાયું
અમદાવાદ : અત્યંત આશાસ્પદ મેડ ઈન ઈન્ડિયા ક્રિપ્ટો એક્સચેન્જ BITSZનું હૈદરાબાદમાં ધામધૂમથી લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. શહેરની અન્ય નામાંકિત હસ્તીઓ સાથે આ ભવ્ય લોન્ચ સમારંભમાં લોકપ્રિય અભિનેત્રી નિધિ અગરવાલ ટીમ BITSZ સાથે જોડાઈ હતી.
નવા ક્રિપ્ટો એક્સચેન્જ મંચના લોન્ચ પર ખુશી વ્યક્ત કરતાં BITSZના સ્થાપક શ્રી નવીન કુમારે જણાવ્યું હતું કે ક્રિપ્ટો કરન્સીઝ વૃદ્ધિ પામી રહી છે અને અમે બજારમાં આગેવાની લેવા બાબતે હકારાત્મક છીએ. ડિજિટલ કરન્સીની જાગૃતિનો અભાવ છે અને આ મુદ્દો આ મંચના ટેકાથી ઉકેલી શકાશે. મંચને લોન્ચ કરવા માટે વ્યાપક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, જે સર્વ અકાઉન્ટ્સ માટે વીમો પૂરો પાડે છે. BITSZ બજારમાં એકમાત્ર એવું મંચ છે, જે બજારમાં અન્ય મંચોની તુલનામાં દરેક યુઝર વોલેટ સંરક્ષિત રહે તેની ખાતરી રાખે છે. મંચ બગ્સ ધરાવતું નથી અને એન્ટી- મની લોન્ડરિંગને ટેકો આપતું નથી.
આ સમયે હાજર લોકો સાથે વાર્તાલાપ કરતાં નવીને જણાવ્યું કે BITSZમાં ઘણા બધા યુવાનો અને ક્રિપ્ટો શોખીનો આટલો બધો રસ દાખવી રહ્યા છે તે જોઈને ખરેખર રોમાંચની લાગણી થાય છે.
BITSZ નિર્માણ પાછળ અનુભવ અને પ્રોત્સાહન વિશે બોલતાં નવીને અગાઉ ક્યારેય નહોતું કરાયું તેવું કાંઈક કરવા માટે તેમની ટીમની પહેલ અને સખત પ્રયાસોનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.
BITSZએ ડિજિટલ એસેટ મેનેજમેન્ટમાં આગેવાન ફાયરબ્લોક્સ સાથે ભાગીદારી કરી છે અને તે વોલેટ્સના બધા પ્રકાર પર યુઝર્સને વીમો પૂરો પાડશે. આ સાથે BITSZ મંચ પર 30 મિલિયન લેણદેણની સુવિધા આપતાં સૌથી ઝડપી એક્સચેન્જ બની રહેશે.
હાલમાં અમારું મંચ 1 મિલિયનથી વધુ વોલ્યુમનું ટ્રેડિંગ કરે છે, તે 5થી વધુ લિસ્ટેડ એક્સચેન્જ ધરાવે છે અને 2000થી વધુ રિટેઈલ રોકાણકારો ધરાવે છે, એમ નવીને ઉમેર્યું હતું. તેમણે બધા નવા ટ્રેડરો અને અગાઉ એક્સચેન્જ હેક થવાથી નાણાં ગુમાવનારને BITSZ સાથે ક્રિપ્ટોમાં વધુ એક તક લેવા અને આગળ ક્રિપ્ટો ભાવિમાં ભાગીદારી કરવા માટે પ્રોત્સાહિત અને આમંત્રિત કર્યા હતા.
એક્સચેન્જની અજોડ સંકલ્પના અને ટ્રેડિંગની ઉચ્ચ માગણીને લીધે BITSZ નોંધણીના દિવસથી જ અન્ય ક્રિપ્ટો ખેલાડીઓને પણ બેહદ આકર્ષિત કરી રહ્યું છે. BITSZ આખો ક્રિપ્ટો ઉદ્યોગ પહેલી વાર સાક્ષી બની રહ્યો છે તે અજોડ વિશિષ્ટતાઓને લીધે ક્રિપ્ટો રોકાણકારો માટે આક્રષણનું કેન્દ્ર રહ્યું છે.
BITSZ દ્વારા ઝડપી લેણદેણ, વોલેટ પર વીમો, અત્યંત આસાન UI, 24*7 બહુભાષી લાઈવ ચેટ, ગ્રાહક ટેકો અને એઆઈ સૂચનો પૂરું પાડતું મંચ રજૂ કરાયું છે.
લોન્ચ ખાતે દર્શકોને સંબોધન કરતાં નિધિ અગરવાલે જણાવ્યું હતું કે ખુદ બિઝનેસની વિદ્યાર્થિની હોવાથી હું ક્રિપ્ટો કરન્સીઝમાં રોકાણના લાભોને સંપૂર્ણ સમજું છું. મંચ તરીકે BITSZ 100 ટકા વીમો પૂરો પાડવાની સંકલ્પનાને લીધે ઉપભોક્તાઓ માટે અનોખું ચરી આવે છે.
મને આજે જ જાણવા મળ્યું છે કે સ્વતંત્ર હોવા છતાં 33 ટકા મહિલાઓ રોકાણોમાં નિર્ણય લેવા માટે તેમના પરિવારના પુરુષને સામેલ કરે છે. હું સ્ત્રીઓ અને પુરુષો બંનેને કહેવા માગું છું કે આગળ આવો અને ક્રિપ્ટો કરન્સીઝમાં રોકાણ કરો. આ સુરક્ષિત અને ઉત્તમ રોકાણ છે. હું આ અજોડ મંચના લોન્ચનો હિસ્સો બની શકે તે બદલ ખુશી છે. ટીમ BITSZને અભિનંદન, એમ કહીને નિધિએ બધાને સફળતાની શુભેચ્છા આપી હતી.