ટોચના દસ ભારતીય અમીરોમાંથી 5 ગુજરાતી : મૂકેશ અંબાણી પ્રથમ સ્થાને
અમદાવાદ: હુરુન રિપોર્ટ ઇન્ડિયા અને ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઈનાન્સ લીમીટેડ વેલ્થે ઇન્ડિયા રિચ લિસ્ટ 2019ની 8મી આવૃત્તિ (8th edition of India rich list) જાહેર કરી છે. આ યાદી મુજબ ટોચના 10 ભારતીય અમીરોની યાદીમાં 5 અમીરો ગુજરાતી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના (Reliance Industries ltd. chairman Mukesh Ambani) ચેરમેન મૂકેશ અંબાણીકુલ રૂ 380,700 કરોડની સંપત્તિ સાથે ઇન્ડિયા રિચ લિસ્ટ 2019માં સતત 8માં વર્ષે ટોચના સ્થાને રહ્યાં છે.
લંડન (London) સ્થિત એસપી હિંદૂજા એન્ડ ફેમિલિ (Hinduja family) રૂ 186,500 કરોડની સંપત્તિ સાથે બીજા ક્રમે અને વિપ્રોના સ્થાપક અઝિમ પ્રેમજી રૂ 1,17,100 કરોડની સંપત્તિ સાથે યાદીમાં ત્રીજા ક્રમે છે. આર્સેલર મિત્તલના Arcellor Mittal ચેરમેન અને સીઇઓ L. N. Mittal મિત્તલ રૂ 1,07,300 કરોડની સંપત્તિ સાથે ચોથા સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને ગૌતમ અદાણી Gautam Adani રૂ 94,500 કરોડની સંપત્તિ સાથે યાદીમાં પાંચમાં ક્રમે છે. ટોચના 10 વ્યક્તિઓમાં મૂકેશ અંબાણીએ 3% અને ગૌતમ અદાણીએ 33%ની વૃદ્ધિ નોંધાવી છે.
આ યાદીમાં અદાણી ગ્રુપના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ગૌતમ અદાણી ગત વર્ષે 8માં સ્થાને હતા જે આ વર્ષે ઉપર 5માં સ્થાને આવી ગયા છે. અદાણીની કુલ સંપત્તિ 2018માં રૂ. 71,200 કરોડ હતી જે 2019માં રૂ. 23,300 કરોડ વધીને રૂ. 94,500 કરોડ થઇ હતી. એક જ વર્ષના સમયમાં તેની સંપત્તિમાં અંદાજે 33%નો વધારો થયો છે.