હાઇકમાન્ડે સિદ્વુનો રાજીનામું સ્વીકારી લેવાની જરૂર હતી: હરીશ રાવત

ચંડીગઢ, પંજાબ સંબંધિત કોંગ્રેસ નેતૃત્વની મુશ્કેલીઓ ઘટવાને બદલે વધી રહી છે. રાજ્યના નેતાઓ વચ્ચે ઝઘડો ચાલુ છે. એવા સમયે હરીશ રાવતે જાહેરમાં નેતૃત્વ પાસે પંજાબ પ્રભારી પદ છોડવાની માંગ કરી છે. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે જ્યારે નવજાેત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના પદેથી રાજીનામું આપ્યું હતું ત્યારે તેને સ્વીકારવું જાેઈતું હતું.
આનાથી હાઈકમાન્ડનો સ્પષ્ટ સંદેશો પાર્ટી સહિત અનેક કાર્યકરોને જાત પંજાબ રાજ્યના પ્રભારી હરીશ રાવત છેલ્લા ત્રણ મહિનાથી સતત કોંગ્રેસના નેતૃત્વને આ જવાબદારીમાંથી મુક્ત કરવા વિનંતી કરી રહ્યા હતા. નેતૃત્વએ હજી સુધી તેમના વિશે કોઈ અંતિમ ર્નિણય લીધો નથી. હવે જ્યારે પ્રદેશ અધ્યક્ષ સિદ્ધુ અને મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની વચ્ચે વિવાદ વધુ ઘેરો બન્યો છે ત્યારે રાવતે હાથ ઉંચા કરી દીધા છે. રાવત જાણી ગયા હતા કે જાે તેઓ ફરીથી આ વિવાદનો ઉકેલ લાવવાનું શરૂ કરશે તો તેમને તેમના રાજ્ય ઉત્તરાખંડમાં નુકસાન સહન કરવું પડશે. ઉત્તરાખંડમાં ઓછી સક્રિયતા રહેશે અને મુખ્યમંત્રીની ઉમેદવારી માટે તેમનો દાવો નબળો પડી જશે.
પંજાબ કોંગ્રેસ પ્રભારી હરીશ રાવતે કહ્યું કે મેં નક્કી કર્યું છે કે આગામી કેટલાક મહિનાઓ સંપૂર્ણપણે ઉત્તરાખંડને સમર્પિત રહેશે. હું આજે ભારે વિવાદમાંથી બહાર નીકળવા માંગુ છું. એક તરફ મારી ફરજ જન્મભૂમિ માટે છે અને બીજી તરફ કર્મભૂમિ પંજાબ માટે મારી સેવાઓ છે. પક્ષના નેતૃત્વને અપીલ છે કે મને પંજાબની હાલની જવાબદારીમાંથી મુક્ત કરો.HS