દિકરો અને વહુ હોટલના રૂમમાં નશો કરતા ઝડપાયા, માતાએ પોલીસમાં ફરિયાદ કરી
રાજકોટ, રાજકોટમાં એક માતાએ ફરિયાદ નોંધાવી હતી કે તેનો પુત્રને ડ્રગ્સને આદત લાગી ગઈ છે. જેને લઈને પોલીસે તપાસ આરંભી તો મહિલાનો દિકરો અને વહુ આજે હોટલના રૂમમાં નશો કરતા ઝડપાયા છે.ગઈકાલે રાજકોટમાં એક માતાએ કહ્યું હતું કે તેનો પુત્ર ડ્રગ્સનો આદી થઈ ગયો છે. જેથી આ મામલે રાજકોટ પોલીસે કાર્યવાહી હાથ ધરી. જે મામલે પોલીસે ૩ લોકોની અટકાયકત કરી છે.
સમગ્રા મામલે ફરિયાદી માતાનો દીકરો અને વહુ નશો કરતા નશાની હાલતમાં ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. જેને લઈને આ મુદ્દો હવે ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. ફરિયાદીનો દીકરો અને તેની પત્ની રાજકોટની એક હોટલમાં નશો કરી રહ્યા હતા.
તે સમયે પોલીસ ત્યા પહોચી અને જ્યા તેમને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે અન્ય એક આરોપીની પણ ધરપકડ કરી છે. જે કોલ્ડ્રિક્કસની આડમાં નશાનું વેચાણ કરતો હતો. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ૬ લોકોની ધરપકડ કરી સાથેજ સમગ્ર મામલે ર્જીંય્ની ટીમે ત્રણ ઈન્જેક્શન પણ કબ્જે કર્યા છે.
રાજકોટ પોલીસે અમી, આકાશ અને નદીમ નામના ૩ની રાજકોટની શિવ શક્તિ હોટલમાંથી અટકાયત કરાઇ છે. ત્યારે પોલીસને અમી, આકાશ અને નદીમ પાસેથી ૩ ઇન્જેક્શન મળી આવ્યા છે. જેમાંથી એક ઇન્જેક્શન ખાલી, એક ઇન્જેક્શન અડધું ભરેલું અને એક ઇન્જેક્શનમાં શંકાસ્પદ ડ્રગ્સ ભરેલી હાલતમાં મળ્યું છે. ત્યારે શંકાસ્પદ ડ્રગ્સ સ્ડ્ઢ હોવાની શક્યતા છે.
આ મામલે ગઈકાલે પીડિત માતાની માતાએ નિવેદન આપ્યું હતું કે, ડ્રગ્સ પેડલરોને કારણે યુવાનો ડ્રગ્સના રવાડે ચડે છે. મારો ૨૩ વર્ષનો પુત્ર ડ્રગ્સના રવાડે ચડ્યો છે. અન્ય આરોપીઓની ધરપકડ થાય તેવી માગ છે. સુદ્ધા ધામેલીયા નામની આરોપીની ર્જીંય્ પોલીસે ધરપકડ કરી હતી. જૂન મહિનામાં અરજી પર ડ્રગ્સ પેડલર મહિલાની ધરપકડ કરી હતી. મારો પુત્ર આજે ૨ઃ૩૦ વાગ્યે ઘરે ચિઠ્ઠી મૂકી જતો રહ્યો હતો.
મારો પુત્ર સલામત સ્થળે હોવાની પોલીસે માહિતી આપી છે. રાજકોટના રૈયાધારમાં મારો પુત્ર ડ્રગ્સ લેવા જતો. અનેક વિસ્તારોમાં ડ્રગ્સ વેચાતું હોવાનો મોટો દાવો કર્યો છે.
આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મહિલાએ ફરિયાદ કરી હતી. મહિલાનો આક્ષેપ હતો કે પોલીસ સાંભળતી નથી. મહિલાએ જે પેડલર સામે આક્ષેપ કર્યા હતા તેને પોલીસે ઝડપી પાડી છે. ફરિયાદ બાદ પોલીસે કડક એક્શન લીધા હતા. તમામ પેડલરને તાત્કાલિક અરેસ્ટ કરવા આદેશ આપવામાં આવ્યા છે. ગુજરાત સરકાર ડ્રગ્સ બાબતે કોઈ બાંધછોડ નહીં કરે. રાજ્યમાં દુષણને ડામવા માટે પોલીસ સક્ષમ છે. ડ્રગ્સના વેચાણ અંગે લોકોને માહિતી આપવા અપીલ કરી છે.HS