ઉ. સાઈપ્રસ વડાપ્રધાનનું સેક્સ વીડિયો સામે આવતા રાજીનામું

નવી દિલ્હી, ઉત્તરી સાઈપ્રસના વડાપ્રધાન ઈર્સન સાનેરનો એક વીડિયો લીક થયા બાદ તેમણે રાજીનામુ આપ્યું છે. આરોપ છે કે, ઈર્સન સાનેરની સેક્સ એક્ટનો વીડિયો એક માફિયાએ લીક કર્યો હતો.
જાેકે ઈર્સન સાનેર એ કરેલા દાવા પ્રમાણે વીડિયોમાં તેઓ નથી અને આ તેમને બદનામ કરવા માટેનું ષડયંત્ર છે. બે બાળકોના પિતા એવા ૫૪ વર્ષીય ઈર્સન સાનેર છેલ્લા કેટલાય દિવસોથી રાજકીય દબાણના શિકાર હતા. તેમની પોતાની પાર્ટી રાષ્ટ્રીય એકતા પાર્ટી (યુબીપી)એ સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચી લીધું હતું. જાેકે ઈર્સન સાનેર તો પણ સરકારમાં હતા અને તેઓ ચૂંટણી બાદ ફરી રાજકારણમાં બની રહેવાની યોજના બનાવી રહ્યા હતા.
જાેકે મંગળવારે અપમાનજનક વીડિયો સામે આવ્યા બાદ ઈર્સન સાનેરની છબિને ભારે મોટો ઝાટકો લાગ્યો છે. આ વીડિયોમાં એક ૨૦ વર્ષીય યુવતી સ્ટ્રિપ ટીઝ કરતી જાેવા મળી રહી છે જ્યારે વડાપ્રધાન ઈર્સન સાનેર કથિત રીતે માસ્ટરબેટ કરતા દેખાઈ રહ્યા છે. જાેકે ઈર્સન સાનેરએ આ વીડિયોને ફેક ગણાવ્યો હતો.
ઈર્સન સાનેરએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ વીડિયો તેમનો નથી. તેમણે કહ્યું કે, કોઈ મને મારા વહાલા દેશ, મારી પાર્ટીની સેવા કરતા રોકવા માગે છે પરંતુ તેઓ આવું રાજકીય માધ્યમ દ્વારા નહીં પણ ખુલ્લા હુમલાના માધ્યમથી કરી રહ્યા છે. આ ઉદ્દેશ્ય પાર પાડવા માટે એક ષડયંત્ર રચવામાં આવ્યું છે.
તુર્કીના માફિયાઓ પર આરોપ લગાવતા ઈર્સન સાનેરએ કહ્યું કે, આ ફક્ત મારા પર જ નહીં પરંતુ મારા પરિવાર, મારી પાર્ટી અને અમારી રાજકીય સંસ્થાઓ પર હુમલો કરવામાં આવ્યો. આ કારણે અમે અમારા કાયદાકીય સલાહકારો સાથે બેઠક કરી રહ્યા છીએ.SSS