કરોડો રૂપિયાના હવાલાકાંડની તપાસ કરી રહેલી SITની તપાસમાં સલાઉદ્દીન શેખની સંડોવણી
સલાઉદ્દીન શેખે હરિયાણા, લખનૌ અને આસામમાં પ૮ લાખના હવાલા પાડ્યા
વડોદરા, ધર્માંત્તરણ અને કરોડો રૂપિયાના હવાલાકાંડની તપાસ કરી રહેલી એસઆઈટીની તપાસમાં આફમી ચેરીટેબલ ટ્રસ્ટ તથા મુસ્લીમ મેડીકલ સેન્ટરના ટ્રસ્ટી સલાઉદ્દીન શેખે હરિયાણા, લખનૌ, અને આસામ ખાતેે રૂા.પ૮ લાખ ઉપરાંતની રકમના હવાલા આંગડીયા મારફતે પાડ્યા હોવાની વિગતો સપાટી પર આવી હતી.
વડોદરા ક્રાઈમ બ્રાંચમાં નોંધાયેલા કરોડો રૂપિયાના હવાલાકાંડની તપાસ કરી રહેલી સીટની તપાસમાં રોજેરોજ આરોપી સલાઉદ્દીન જૈનુદ્દીન શેખ અને તેના મળતીયાઓનું નવુ કનેકશન બહાર આવી રહ્યુ છે. એસઆઈટીની તપાસમાં આફમી ચેરીટેબલ ટ્રસ્ટના સલાઉદ્દીને દિલ્હીથી નજીક આવેલા હરિયાણાના મેવાત ખાતે મૌલાના મુબારીકને રૂા.૧૬ લાખ આંગડીયાથી મોકલ્યા હોવાની હકીકત ખુલવા પામી છે.
આ ૧૬ લાખના હવાલા બાબતે મૌલાના મુબારિકની પૂછપરછ કરવામાં આવશે તેમ તપાસ અધિકારી રાકેશ પટેલે જણાવ્યુ હતુ. તેમણે ઉમેર્યુ હતુ કે હરિયાણા ઉપરાંત સલાઉદ્દીન વર્ષ ર૦ર૦-ર૧ માં લખનૌ ખાતે મોહમમદ મુજીબને પણ ૧પ થી ૧૬ લાખ રૂપિયા અલગ અલગ સમયે આંગડીયાથી મોકલ્યા છે.
અમારી જાણ મુજબ લખનૌમાં એવી કોઈ સેવાકીય પ્રવૃત્તિ ચાલતી નથી.ત્યોર પૈસા મોકલવાનુૃં કારણ શુૃ છે?? એની તપાસ કરી રહ્યા છે. આ સિવાય આસામમાં પણ સલાઉદ્દીને આંગડીયા મારફતે સદરૂદ્દીન નામના શખ્સને રૂા.૭ લાખ મોકલ્યા હતા. આ પહેલાં ત્રણ મસ્જીદ માટે રૂા.૧૯.પ૦ લાખનો આસામમાં હવાલો પાડવામાં આવ્યો હતો.
આ રૂપિયા સદ્દરૂદ્દીનને જ આપવામાં આવ્યા છે કે પછી અન્ય કોઈને તે બાબતે સલાઉદ્દીન શેખ (રહે.કૃષ્ણદિપ અપાર્ટમેન્ટ, ફતેગંજ)ની પૂછપરછ કરતા તે હમણા નામ યાદ ન હોવાનું જણાવી રહ્યો છે.