ચીન પણ તાલીબાનોના માર્ગેઃ બાળકોની ભૂલની સજા મા-બાપને અપાશે

કોમ્યુનિસ્ટ પાર્ટી ટૂંક સમયમાં જ સંસદમાં એક ખરડો દાખલ કરવા વિચારી રહી છે
બેઈજીગ, અફઘાનિસ્તાનના શાસકો એવા તાલીબાનો પ્રત્યે કૂણી લાગણી રાખનાર ચીન પોતે પણ હવે તેઓના ચીધેલા માર્ગે આગળ વધતું હોય તેમ લાગી રહયું છે.
કેમ કે ચીનની સંસદ હવે એવા ખરડામાં મુસદા પર ચર્ચા કરવાની છે. જેમાં બાળકોની ભૂલ બદલ તેઓના માતા-પિતાને સજા કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. કોમ્યુનીસ્ટ પાર્ટીના કેટલાંક સાંસદો શિક્ષણ સંવર્ધન નામનો એક ખરડો સંસદમાં દાખલ કરી રહયા છે.
જેમાં બાળકોના ખરાબ વહેવાર વર્તન અને વર્તુણક બદલ તેઓના માતાપિતાને દોષીત કરવાની દરખાસ્ત રજુ કરાઈ છે. બહાર આવેલા એક હેવાલોમાં કહેવામાં આવ્યું હતું. કે જાે આ ખરડો કાયદાનું સ્વરૂપ ધારણ કરશે તો બાળકોની ભૂલની સજા મા-બાપે ભોગવવાની રહેશે.
જાે કે આ પ્રકારની દરખાસ્ત કરવા પાછળ સરકારનો એવો મલીન ઈરાદો છુપાયેલો જણાય છે. કે માતા-પિતાએ બળજબરીપૂર્વક તેઓના સંતાનોને દેશ, સમાજવાદ અને કોમ્યુનીસ્ટ પાર્ટીને પ્રેમ કરતાં શીખવવું પડશે.
અલબત્ત આ ખરડના મુસદા ઉપર હજુ ચર્ચા થવાની બાકી છે, પરંતુ અહેવાલમાં એવો દાવો કરાયો છે.
કે આ ખરડામાં બાળકોએ કયારે કસરત કરવી અને કયારે આરામ કરવો તેનો સમય પણ નિર્ધારીત કરાયો છે. વિધાર્થી બાબતોના આયોગના પ્રવકતા જાેગ તિવેઈએ મીડીયા સાથે વાત કરતાં કહયું હતું કે, અનેક કારણોસર બાળકો ખરાબ કામ કરે છે અને તે તમામ કારણો પૈકી સૌથી મોટું કારણ પરીવારમાં શિક્ષણનો અભાવ છે.
આ ખરડામાં બાળકો પરીવારના વૃદ્ધોનું સન્માન કરતાં શીખે અને તેઓની સાર-સંભાળ લેતાં શીખે તે બાબતે ભારપૂર્વક કામ કરવાની તરફેણ કરવામાં આવી છે.