Western Times News

Gujarati News

દિલ્હી ચૂંટણીમાં ચેડા થયા, કંપનીએ ભાજપ સાંસદ સાથે કનેક્ટ ફેક એકાઉન્ટ બ્લોક નહતું કર્યું

નવીદિલ્હી, ફેસબુકમાં ડેટા સાયન્ટિસ્ટ તરીકે કામ કરી ચૂકેલી એક પૂર્વ કર્મચારીએ ફેક એકાઉન્ટ વિશે કંપનીની પોલ ખોલી છે. તેનો દાવો છે કે, સોશિયલ નેટવર્કિંગની આ દિગ્ગજ કંપનીએ ગયા વર્ષે દિલ્હીમાં થયેલી ચૂંટણીમાં ફેક એકાઉન્ટ પર સિલેક્ટિવ કાર્યવાહી કરી હતી. કર્મચારીનું નામ સોફી ઝાંગ છે. સોફીએ ૩ વર્ષ ફેસબુક સાથે કામ કર્યું છે અને હવે તે વ્હિસલબ્લોઅર બની ગઈ છે. ૨૦૨૦માં તેને ખરાબ કામ કર્યું હોવાની વાત કરીને કંપનીમાંથી કાઢી દેવામાં આવી હતી.

સોફીએ એક ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં આરોપ લગાવ્યો છે કે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમીપાર્ટીને ચૂંટણીમાં અસર પહોંચાડવા માટે ફેક એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. જાેકે ભાજપ સાંસદ સાથે સીધી રીતે જાેડાયેલા એકાઉન્ટને ફેસબુક પરથી હટાવવામાં આવ્યા નહતા.

સોફીએ કહ્યું કે, અમે૫ નેટવર્કમાંથી ૪ને હટાવી દીધા હતા. ૫માં નેટવર્કને પણ અમે હટાવવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ અમને ખબર પડી કે, આ બીજેપી એકાઉન્ટ એક મોટા નેતા સાથે જાેડાયેલું છે. તેઓ લોકસભા સાંસદ પણ છે. તે પછી ખ્યાલ જ ના આવ્યો કે શું થઈ રહ્યું છે. મને આ વિશે કોઈ પાસેથી જવાબ ના મળ્યો કે આ ફેક એકાઉન્ટનું શું કરવાનું છે.

સોફીએ કહ્યું કે, તેમને ૨૦૧૯ના અંતમાં ૪ ફેક એકાઉન્ટ મળ્યા હતા. તેમાંથી ૨ ભાજપના અને ૨ કોંગ્રેસના સપોર્ટ વાળા હતા. અમે ૩ નેટવર્ક બંધ કરી દીધા. તેમાં ૨ કોંગ્રેસના અને ૧ ભાજપનું હતું. અમે છેલ્લાં ફેક નેટવર્કને પણ બંધ કરવાના જ હતા પરંતુ અચાનક અટકી ગયા. કેમકે કંપનીને છેલ્લી ઘડીએ ખબર પડી કે તે ચોથું નેટવર્ક સીધા અને અંગત રીતે બીજેપીના નેતા તરફથી ચલાવવામાં આવતું હતું. તેથી તેમાં હું કશુ ના કરી શકી.

સોફીના જણાવ્યા પ્રમાણે, એક મહિના પછી જાન્યુઆરી ૨૦૨૦માં તેમને હજારો એકાઉન્ટ્‌સના નેટવર્કની માહિતી મળી. આ એકાઉન્ટનો ઉપયોગ આમ આદમી પાર્ટીના પોલિટિકલ મેસેજ સર્ક્‌યુલેટ કરવા માટે કરવામાં આવતો હતો. આ એકાઉન્ટ પોતાને ખોટી રીતે ભાજપ સમર્થક તરીકે જાહેર કરતા હતા. તે એકાઉન્ટમાં દિલ્હી ચૂંટણીમાં આપના સમર્થકનો વિકલ્પ પસંદ કરવાની વાત કરવામાં આવી હતી.

તેમણે કહ્યું કે, આ ૫મું નેટવર્ક જાન્યુઆરીના અંત સુધીમાં બંધ કરી દેવામાં આવશે. આ એક એવો કેસ હતો કે, અમને ખબર હતી કે આ ફેક એકાઉન્ટ માટે કોણ જવાબદાર છે, કારણ કે તે ભાજપના નેતા જ ચલાવતા હતા તેથી અમે તેને બંધ ના કરી શક્યા. વારંવાર કંપનીના સીનિયર અધિકારીને આ વિશે જાણ કરવામાં આવી હોવા છતાં તેમણે આ વાત માનવાનો ઈન્કાર કરી દીધો અને તેથી અમે તે બીજેપી સાથે જાેડાયેલું ફેક એકાઉન્ટ બંધ ના કરી શક્યા.

સોફીના આરોપો વિશે ફેસબુકે કહ્યું કે, સોફી જે રીતે અમારી પ્રાયોરિટી અને અમારા પ્લેટફર્મનો ખોટો રીતે ઉપયોગ થતો હોવાની વાત કરી રહી છે તે સાથે અમે સહમત નથી. અમે સમગ્ર દુનિયામાંથી આ રીતે થતાં આક્રમક પ્રહારોનો ઉકેલ લાવીએ છીએ અને અમારી સ્પેશિયલ ટીમ આ વિશે કામ કરી રહી છે.કંપનીએ કહ્યું કે, અમે પહેલા જ ખોટી રીતે કામ કરતાં ૧૫૦થી વધારે નેટવર્ક હટાવી દીધા છે.

તેમાંથી મોટાભાગના સ્થાનિક હતા, જે ભારત સહિત સમગ્ર દુનિયાના દેશોમાં ચાલતા હતા. આ પ્રકારના આરોપોનો સામનો કરવો અમારી પ્રાથમિકતા છે. અમે સ્પેમ અને ફેક એંગેજમેન્ટની સમસ્યા સામે પણ ઝઝૂમી રહ્યા છીએ. અમે કાર્યવાહી કરવા અથવા તે વિશે જાહેરમાં દાવો કરતાં પહેલાં દરેક મુદ્દાની તપાસ કરીએ છીએ. જાેકે કંપનીએ નિવેદનમાં દિલ્હી ચૂંટણીમાં ચેડા કરવા મુદ્દે અથવા ફેસબુક પર ભાજપ સાંસદ સાથે જાેડાયેલા ફેક એકાઉન્ટ સામે શું કાર્યવાહી કરવામાં આવી હતી તે વિશે કોઈ ખુલાસો કર્યો નથી.

ફેસબુકના ચર્ચિત પૂર્વ ડેટા વૈજ્ઞાનિક ફ્રાન્સિસ હોગને આ મુદ્દા પર બે સપ્તાહ પહેલાં અમેરિકન સિનેટમાં સાક્ષી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ફેસબુક બાળકોના માનસિક સ્વાસ્થ્ય, લોકતાંત્રિક અને સમાજ માટે જાેખમ છે. આ ભેદભાવ ઉભો કરે છે. નક્કી કરેલા જનપ્રતિનિધિઓએ આમના પર કાબુ કરવો જાેઈએ.અંદાજે ત્રણ કલાક ચાલેલી સાક્ષીમાં ફ્રાંસિસે કહ્યું કે, ફેસબુક બાળકોને જાણીજાેઈને એપની લત લગાડવાનો પ્રયત્ન કરી રહી છે. કંપની જાણે છે કે, તેમની ઈન્સ્ટાગ્રામ જેવી એપ સુરક્ષીત નથી, તેમ છતાં કંપની સુધારા માટે કોઈ કાર્યવાહી કરતી નથી.ઓગસ્ટ ૨૦૨૦માં વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ પછી ફેબસુકે ભારતમાં તપાસ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કંપનીના સીનિયર એક્ઝિક્યુટિવ અંખી દાસે મ્ત્નઁ સાથે જાેડાયેલા લોકો અને પેજ પર કંપનીનના હેટ સ્પીચના નિયમો લાગુ કરવાનો વિરોધ કર્યો હતો. ભારત ૩૨.૮ કરોડથી વધારે યુઝર્સ સાથે ફેસબુકનું મોટું બજાર છે. અમેરિકા કરતાં પણ મોટું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.