અમીત શાહ કાશ્મીરમાં શહીદ થયેલા પરવેઝ અહેમદના પરિવારને મળ્યા
નૌગામ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીર પ્રવાસના પહેલા દિવસે નૌગામમાં શહીદ ઈન્સ્પેક્ટર પરવેઝ અહેમદના ઘરે પહોંચ્યા હતાં.જ્યાં શાહે ઈન્સ્પેક્ટર પરવેઝ અહેમદના પરિવારજનોની મુલાકાત કરી. આ દરમિયાન અહેમદની પત્ની ફાતિમા અખ્તરને સાંત્વના આપી અને તેમને સરકારી નોકરી માટે અધિકૃત કાગળો આપ્યા. ત્યાં જમ્મુ કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિન્હા, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ અને ડીજીપી દિલબાગ સિંહ પણ હાજર રહ્યા.
અધિકારીઓએ જણાવ્યુ કે ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીર સીઆઈડીના ઈન્સ્પેક્ટર પરવેઝ અહેમદ ડાર(શહીદ)ને તેમના ઘરે પહોંચીને શ્રદ્ધાંજલિ આપી છે. પરવેઝ અહેમદ ગયા મહિને શહીદ થયા હતા.
હવે તેમના પરિવારની મુલાકાત કરીને શાહે કહ્યુ કે, ‘મને અને આખા દેશને તેમની બહાદૂરી પર ગર્વ છે.’ વળી, એક ભાજપ નેતા બોલ્યા કે અમે શહીદ જવાનના પરિવારજનોની મુલાકાત કરી અને તેમની પત્નીને સરકારી નોકરીના કાગળો સોંપ્યા.
શાહે કહ્યું કે ‘જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ ઝડપથી બદલાઈ છે…મોદીજીએ જે નવા રાજ્યની કલ્પના કરી છે, તેને સાકાર કરવા માટે અહીંની પોલિસ ફોર્સ પૂરી તન્મયતાથી પ્રયાસરત છે. શાહ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરની પોતાની ત્રિદિવસીય યાત્રા હેઠળ હાલમાં સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. અહીં પહોંચીને તેમનુ જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ શાહનુ સ્વાગત કર્યુ. શાહ જ્યારે શ્રીનગર એરપોર્ટ પર તો ઘણા નેતા તેમની સાથે નીકળ્યા.
ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરથી ૫ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ આર્ટિકલ ૩૭૦ના રદ થવાના લગભગ ૨૫ મહિના બાદ ગૃહમંત્રી અમિત શાહ પહેલી વાર જમ્મુ કાશ્મીરનો પ્રવાસ કરી રહ્યા છે.HS