Western Times News

Gujarati News

વેક્સિનેશન અભિયાનથી મોટી સફળતા મળીઃ વડાપ્રધાન મોદી

મોદીએ કહ્યું કે હું જાણતો હતો કે આપણા હેલ્થકેર કામદારો દેશવાસીઓના વેક્સિનેશનમાં કોઈ કસર છોડશે નહીં

નવી દિલ્હી,  મન કી બાત કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાશીઓને કર્યું સંબોધન કર્યું. મોદીએ કહ્યું- વેક્સિનેશન અભિયાનથી મોટી સફળતા મળી છે. એટલું જ દેશ નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યો છે. નરેન્દ્ર મોદી રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે.

મોદીએ કહ્યું કે હું જાણતો હતો કે આપણા હેલ્થકેર કામદારો દેશવાસીઓના વેક્સિનેશનમાં કોઈ કસર છોડશે નહીં. તેમણે ઈનોવેશન સાથે પોતાના દ્રઢ નિશ્ચય સાથે માનવતાની સેવાનું નવું ધોરણ સ્થાપિત કર્યું. તેમણે તમામ પડકારોને પાર કરીને સુરક્ષા કવચ આપ્યું. અનેકપ્રેરણાદાયી ઉદાહરણો આપણી સમક્ષ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રવિવારે સવારે ૧૧ વાગે રેડિયો કાર્યક્રમ મન કી બાત માં રાષ્ટ્રને સંબોધન કર્યું છે. મન કી બાતનો આ ૮૨મો એપિસોડ છે. આ કાર્યક્રમને ઓલ ઈન્ડિયા રેડિયોના સમગ્ર નેટવર્ક, દૂરદર્શન, છૈંઇ ન્યૂઝ અને મોબાઈલ એપ, ઓફિશિયલ યુટ્યૂબ ચેનલ અને ટ્‌વીટર પર પણ સાંભળી શકાય છે.

મોદીનો આ કાર્યક્રમ એવા સમયે થઈ રહ્યો છે, જ્યારે દેશે કોરોના વેક્સિનના ૧૦૦ કરોડ ડોઝના આંકને પાર કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે મોદી કોરોના વેક્સિનેશન પર પોતાના વિચારો રજૂ કરી શકે છે. સાથે જ તેઓ તહેવારની સીઝનને ધ્યાનમાં લેતા લોકોને કોરોના નિયમોનું પાલન કરવાની પણ વાત કરી હતી.

વડાપ્રધાન મોદી મન કી બાત બાબતે જુદા જુદા પ્લેટફોર્મ્સ દ્વારા સામાન્ય લોકોની સલાહ અને સૂચનો માંગે છે, જેનો કાર્યક્રમ દરમિયાન ઉલ્લેખ પણ કરે છે. તમે નેરેન્દ્ર મોદીની વેબસાઇટ પર જઈને રજીસ્ટ્રેશન કર્યા બાદ સૂચન મોકલી શકો છો. દ્બઅર્ખ્તદૃ.ૈહ મુજબ, તમે ૧૯૨૨ પર મિસ્ડ લોક પણ કરી શકો છો અને જીસ્જીમાં પ્રાપ્ત લિન્ક દ્વારા પણ ઁસ્ સુધી પોતાના સૂચન પહોંચાડી શકો છો. ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૧૧-૭૮૦૦ પર કોલ કરીને પણ સૂચન રેકોર્ડ કરવી શકાય છે.

પ્રધાનમંત્રી મોદીએ છેલ્લે મન કી બાતમાં નદીઓનું મહત્વ, સ્વચ્છતા અને વોકલ ફોર લોકલ પર ભાર આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આઝાદીની લડાઈમાં ખાદીનું જે ગૌરવ હતું, તે ગૌરવ આજે પણ યુવા પેઢી ખાડીને આપી રહી છે.

દિલ્હીના એક ખડી શો રૂમમાં એક કરોડ રૂપિયાથી વધુનો વેપાર થયો, આવું ઘણા દિવસ થયું. તેમણે એવું પણ કહ્યું હતું કે મારી ભેટોની હરાજીથી મળનારા રૂપિયા નમામિ ગંગે મિશનને આપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.