Western Times News

Gujarati News

કોરોનાનું સૌથી ખતરનાક મ્યૂટેન્ટ સ્વરૂપ ડેલ્ટા વેરિએન્ટ સામે આવ્યું

મ્યૂટેન્ટના નવા કેસ સામે આવ્યા છે, જે ડેલ્ટા વેરિએન્ટથી ઘાતક છે, પરંતુ તેનાથી સંક્રમિત દર્દીની સંખ્યા ઓછી છે

નવી દિલ્હી,  કોવિડ-૧૯ મહામારી છેલ્લા દોઢ વર્ષ કરતા પણ વધુ સમયથી દુનિયાભરના દેશોમાં ગંભીર સમસ્યા બનેલી છે. આ વચ્ચે કોરોનાનું મ્યૂટેન્ટ સ્વરૂપ ડેલ્ટા વેરિએન્ટ આવ્યું, જેને અધ્યયનમાં વધુ સંક્રામક અને ઘાતક માનવામાં આવ્યું. બ્રિટનમાં ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત દર્દી મળ્યા,

ત્યારબાદ તેના પર નજર રાખવામાં આવી રહી છે. હવે ભારતમાં આ વેલ્ટા વેરિએન્ટના નવા સ્વરૂપ એટલે કે મ્યૂટેન્ટના નવા કેસ સામે આવ્યા છે, જે ડેલ્ટા વેરિએન્ટથી પણ વધુ ઘાતક છે. પરંતુ તેનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઓછી છે.

રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્રએ તે રિપોર્ટ જાહેર કર્યો છે કે ઇન્દોરમાં કોવિડ-૧૯ સંક્રમિત ડેલ્ટા વેરિએન્ટના નવા મ્યૂટેન્ટના કેસ ડિટેક્ટ થયા છે, જે ડેલ્ટા વેરિએન્ટથી વધુ ખતરનાક છે. ઇન્દોરના મુખ્ય ચિકિત્સા અને સ્વાસ્થ્ય અધિકારી ડો. બીએસ સૈત્યએ જણાવ્યુ કે, તેમાંથી બે મહૂ છાવનીમાં તૈનાત સેના અધિકારી છે. સેમ્પલ સપ્ટેમ્બરમાં લેવામાં આવ્યા હતા.

વૈજ્ઞાનિક સાર્સ-કોવ-૨ના વેરિએશન પર નજર રાખી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, છરૂ.૪.૨ થી સંબંધિત નિષ્કર્ષોમાં હજુ પણ ઉચ્ચ સ્તરની અનિશ્ચિતતા છે અને તે કહેવું ઉતાવળ હશે કે આ વેરિએન્ટમાં સંક્રમિત/મૃત્યુનું જાેખમ વધુ છે. નવા વેરિએન્ટની ચિંતાઓ વચ્ચે નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે હજુ મહામારી ખતમ થઈ નથી.

૨૧ ઓક્ટોબરે યૂએસ સેન્ટર ફોર ડિઝીસ કંટ્રોલે જણાવ્યું હતું કે તેના ડેટાબેસમાં અત્યાર સુધી ૪.૨ ના ૧૦થી ઓછા કેસ નોંધાયા છે. જ્યારે બ્રિટનના સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે કોરોનાના ૫૧૨૦ કેસ સામે આવ્યા છે. તેનું બીજું નામ છરૂ.૪.૨ છે. આ વેરિએન્ટનો પ્રથમ કેસ જુલાઈમાં સામે આવ્યો હતો.

મહત્વનું છે કે છરૂ.૪.૨ નામના આ સબ-વેરિએન્ટમાં મૂળ ડેલ્ટા વેરિએન્ટથી ૧૦-૧૫ ટકા વધુ સંક્રામક જણાવવામાં આવી રહ્યો છે. પરંતુ હજુ નિષ્ણાંતો તે કહી રહ્યાં છે કે તેના મોટા પાયે ફેલાવાની સંભાવના ઓછી છે. જાે વધુ કેસ સામે આવે તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી સબ-વેરિએન્ટને ‘વેરિએન્ટ ઓફ ઇન્ટરેસ્ટ’ની યાદીમાં સામેલ કરવામાં આવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.