Western Times News

Gujarati News

કાર ખરીદતા પૂર્વે પાર્કિંગની જગ્યાના પુરાવા આપવા પડશે-નવી પાર્કિંગ પોલિસીને મંજૂરી

પ્રતિકાત્મક

અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી પાર્કિંગ પોલિસીને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં તબક્કાવાર અમલમાં આવશે. સપ્ટેમ્બરમાં, છસ્ઝ્રની સ્થાયી સમિતિ દ્વારા ડ્રાફ્ટ પોલિસીને મંજૂરી આપવામાં આવી હતી જેમાં એક ફેરફાર સૂચવવામાં આવ્યો હતો,

જેમાં નિયમો મુજબ નાગરિકોએ વાહન ખરીદતા પહેલા તેમની પાસે પાર્કિંગની જગ્યા હોવાના પુરાવા રજૂ કરવા પડશે. ત્યારબાદ આ ડ્રાફ્ટ રાજ્ય કક્ષાની સમિતિને સોંપવામાં આવ્યો હતો જેણે ૧૬ ઓક્ટોબરે તેને મંજૂરી આપી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ૧૬ ઓક્ટોબરે પાર્કિંગ પોલિસીને મંજૂરી આપી હતી. આપણે ધ્યાનમાં રાખવું પડશે કે રસ્તાની જગ્યા મર્યાદિત છે અને ઉપલબ્ધ જગ્યાનું સંચાલન કરવું પડશે. નવી નીતિ એવી રીતે ઘડવામાં આવી છે કે તે ચોક્કસ સમયે ચોક્કસ વિસ્તારોની પાર્કિંગની જરૂરિયાતો પૂરી કરે છે.

એક છસ્ઝ્ર અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, કોર્પોરેશન તબક્કાવાર રીતે પોલિસીનો અમલ કરશે કારણ કે એકસાથે અમલીકરણ શક્ય નથી. તેમણે કહ્યું કે છસ્ઝ્ર દરેક તબક્કાના અમલીકરણ પહેલા અને પછી જાગૃતિ અભિયાન ચલાવશે. નવી નીતિ હેઠળ સામાન્ય પાર્કિંગ પ્લોટ માટે માસિક અને વાર્ષિક પરમિટ આપવામાં આવશે.

આ ઉપરાંત છસ્ઝ્રની રહેણાંક સોસાયટીઓની આસપાસ શેરીઓને આવરી લેતી પાર્કિંગ પરમિટ આપવાની યોજના છે. પોલિસી કહે છે કે, નવી નીતિ પાર્કિંગની જગ્યાની વહેંચણીને પ્રોત્સાહન આપે છે. જે મુજબ અમદાવાદમાં પાર્કિંગની જગ્યાની અછત અને પાર્કિંગ સુવિધાઓના અસમાન વિતરણને કારણે ઉપલબ્ધ જગ્યાનો અસરકારક ઉપયોગ થવો જાેઈએ.

સીજી રોડ, આશ્રમ રોડ, પાલડી અને અન્ય સીબીડી વિસ્તારો જેવા વિસ્તારોમાં ઓફિસ સમય દરમિયાન પાર્કિંગની માંગમાં વધારો થાય છે જ્યારે સપ્તાહના અંતે માંગ ઘટે છે. ઓફિસ બિલ્ડિંગ, શાળાઓ, બેન્કો અને બિઝનેસ પાર્ક, મોલ અને પાર્ક પાર્કિંગ જગ્યાઓ પણ અઠવાડિયાના દિવસો અને સપ્તાહના અંતે પાર્કિંગની જગ્યાનો અસમાન ઉપયોગ જાેવા મળે છે.

પોલિસી કહે છે કે માલિકી અને અધિકારક્ષેત્રના મુદ્દાઓને કારણે વિસ્તારના અન્ય વાહનો આ પાર્કિંગ જગ્યાઓનો ઉપયોગ કરી શકતા નથી. નવી પોલિસી મુજબ પાર્કિંગની જગ્યાના પુરવઠા અને માંગ વચ્ચેની અસમાનતાને પાર્કિંગની જગ્યાઓ વહેંચીને દૂર કરી શકાય છે.

ઉપરાંત, નવી પોલિસી ઘણી ઇમારતો અને સુવિધાઓ વચ્ચે પાર્કિંગની જગ્યાની વહેંચણીને પ્રોત્સાહિત કરવા માટે જાેગવાઈઓ કરે છે જે એકબીજાની નજીક છે. સંબંધિત પદાધિકારીઓએ વાહનો માટે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવાના રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.