ગુજરાત વીજ કંપનીના MDએ કહ્યું “વીજળીની કોઈ અછત નથી”
ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અરવિંદ વિજયન (IAS) એ શનિવારે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના વીજ ગ્રાહકોની હાલ ૩૬૫૦ મેગાવોટ દૈનિક વીજમાંગની સામે દૈનિક વીજ પુરવઠો સાતત્યપૂર્ણ અને સમયસર રીતે મળી રહ્યો છે. હાલમાં વીજળીની કોઈ અછત નથી.
તેમણે જણાવ્યુ હતું કે, વિજ ગ્રાહકોને 24 કલાક વિજ પૂરવઠો મળી રહે તે માટે વધુમાં વધુ 50 થી 100 મેગાવોટ જેટલો વિજકાપ 96 સ્લોટમાં 15-15 મિનિટમાં કાળજીપૂર્વક વિભાજીત કરવામાં આવે છે. હાલમાં નવા ચાર વીજ ઉત્પાદન યુનિટ શરૂ થઈ ચુકયા છે. ગ્રામ્યમાં ખેતી વિષયક ફિડર પર ચોમાસા દરમ્યાન 12 મેગાવોટની માંગ હતી જે હાલ વધીને 165 મેગાવોટ થઈ છે.