અમદાવાદ અને લખનઉની એન્ટ્રી આઈપીએલમાં થઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/IPL-1024x768.jpg)
File
દુબઈ, ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી બે ટીમની જાહેરાત થઈ ગઈ છે. અમદાવાદ અને લખનઉ બે શહેરોની એન્ટ્રી આઈપીએલમાં થઈ ગઈ છે. અમદાવાદની ટીમને ૭૦૯૦ કરોડમાં સીવીસી કેપિટલ પાર્ટનર્સે અમદાવાદની ટીમ ખરીદી છે. તો લખનઉની ટીમની બિડ RPSG ગ્રુપે જીતી છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આઈપીએલની આગામી સીઝનમાં વધુ બે ટીમ સામે કરવાનો ર્નિણય કર્યો હતો. તે માટે બિડ મંગાવવામાં આવી હતી. અનેક કંપનીઓએ બિડ ભરી હતી. અમદાવાદની ટીમ ખરીદવા માટે અદાણી ગ્રુપ પણ સૌથી આગળ હતું. પરંતુ અંતે અમેરિકી સ્થિતસીવીસી કેપિટલ પાર્ટનર્સને અમદાવાદની ટીમ મળી છે. તો RPSG ગ્રુપ જે આ પહેલા આઈપીએલમાં પુણે સુપરજાયન્ટ્સનું સંચાલન કરી ચુક્યું છે તેણે લખનઉની ટીમ ખરીદી છે.
આઈપીએલમાં આગામી વર્ષથી હવે આઈપીએલમાં ૧૦ ટીમ જાેવા મળશે. આ પહેલા પણ ૨૦૧૧ની સીઝનમાં ૧૦ ટીમ રમી ચુકી છે. હવે આઈપીએલમાં મેચોની સંખ્યા પણ વધવાની છે. બીસીસીઆઈ આગામી દિવસોમાં હરાજીની જાહેરાત કરશે. આ સાથે કઈ ટીમ કેટલા ખેલાડીઓ રિટેન કરી શકે તેની પણ જાહેરાત થવાની છે.
આગામી વર્ષે IPL ૨૦૨૨ની શરૂઆત પહેલાં મેગા ઓક્શન યોજાવાની છે. આ હરાજી પહેલા આઈપીએલની તમામ ટીમો પોતાની સાથે માત્ર ૩ ખેલાડીઓને જ રાખી શકશે. આવી સ્થિતિમાં તમામ ટીમોમાં કેટલાક મોટા ફેરફાર જાેવા મળી શકે છે. મહેન્દ્ર સિંહ ધોનીની CSK હોય, રોહિત શર્માની મુંબઈ હોય કે વિરાટની ઇઝ્રમ્, તમામ ટીમો નવા ખેલાડીઓથી ભરેલી હશે અને તે પણ સંપૂર્ણપણે બદલાયેલી દેખાશે.
ધોનીની કપ્તાનીમાં CSKએ ૨૦૨૧ સીઝનનો ખિતાબ જીત્યો હતો. CSK ની આ એકંદર ચોથી IPL ટ્રોફી હતી. આ પહેલા CSK ૨૦૧૦, ૨૦૧૧ અને ૨૦૧૮માં IPL ટાઈટલ જીતી ચૂકી છે. CSK સિવાય રોહિત શર્માની મુંબઈએ ૫ વખત MI ટાઈટલ જીત્યું છે. બીજી તરફ KKRએ ૨ અને સનરાઇઝર્સ હૈદરાબાદે એક વખત IPL ટાઇટલ જીત્યું હતું.SSS