બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર થયેલા હૂમલાના વિરોધમાં ઈસ્કોન મંદિરે ભક્તોએ વિરોધ નોંધાવ્યો

(પ્રતિનિધિ) ભરૂચ, બાંગ્લાદેશમાં હિંદુ મંદિરો ઉપર તેમજ હિંદુઓના મકાનોને ટાર્ગેટ કરી અત્યાચારો કરવામાં આવી રહ્યાં છે.તેને લઈને સમગ્ર દેશ અને દુનિયામાં આવેલા ઈસ્કોન મંદિરના સભ્યોમાં વિરોધ ફેલાઈ ગયો છે.જેને લઈને દુનિયાના ૧૫૦ દેશોમાં ૭૦૦ ઈસ્કોન મંદિરો ખાતે ભાવિકો દ્વારા દેખાવો થયા કરાઈ રહ્યા છે.
બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા દરમ્યાન હિન્દુઓ પર થયેલા હુમલા બાદ આખી દુનિયામાં બાંગ્લાદેશનો ફજેતો થયો છે.આ દરમ્યાન નો આખલીમાં ઈસ્કોન મંદિર પર ટોળાએ હુમલો કર્યો હતો અને મંદિરમાં તોડફોડ પણ કરી હતી. જેથી ત્યાંના લોકોને ન્યાય અને સુરક્ષા મળે એ માટે ઈસ્કોન દ્વારા પુરા વિશ્વમાં ૨૩ મી ઓક્ટોબર થી રોજ હરિનામ સંકીર્તન દ્વારા સામુહિક પ્રદર્શનો કરવામાં આવ્યા છે.
એના અનુસંધાને ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલા ઈસ્કોન મંદિરના ભક્તો દ્વારા હરિનામ સંકીર્તન તથા પ્રાર્થના સભાના આયોજન કરાયું હતું.જેમાં વામન દેવ દાસ,ચૈતન્ય મહાપ્રભુ દાસની સહિત મોટી સંખ્યામાં ઈસ્કોન મંદિરના મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા.