Western Times News

Gujarati News

અમદાવાદમાં નકલી ચલણી નોટો ફરતી કરવાનું ષડયંત્ર

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ ક્રાઈમબ્રાંચનું બાતમીના આધારે સફળ ઓપરેશનઃ બાપુનગરમાંથી એક શખ્સને ઝડપી લઈ રૂ.પ૦૦ ના દરની નકલી ચલણી નોટો જપ્ત કરાઈ

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં કથળેલી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વચ્ચે ગુનાખોરીનો આંક દિવસેને દિવસે વધી રહયો છે રાજયના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ શહેરમાં રોજ કરોડો રૂપિયાની નાણાંકિય લેવડ દેવડ થતી હોય છે ભારતના અર્થતંત્રને તોડી નાંખવા કેટલાક પાડોશી દેશો દ્વારા ષડયંત્રો રચવામાં આવે છે અને તેમાં કેટલાક સ્થાનિક ગુનેગારો જાડાય છે.

તેના પરિણામે આજે દેશમાં નકલી ચલણી નોટો ફરતી થઈ ગઈ છે આવા જ એક ષડયંત્રની બાતમી અમદાવાદ ક્રાઈમબ્રાંચને મળી હતી જેના આધારે ગઈકાલે રાત્રે શહેરના બાપુનગર વિસ્તારમાં વોચ ગોઠવીને એક શખ્સને ઝડપી લઈ તેની પાસેથી રૂપિયા પ૦૦ના દરની નકલી નોટો જપ્ત કરવામાં આવી છે. અધિકારીઓએ પુછપરછ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

આરોપીઓએ કેટલીક નોટો વટાવી દીધી છે જેના પરિણામે શહેરમાં નકલી નોટો ફરતી થઈ હોવાનું બહાર આવ્યું છે. આરોપીએ આ નકલી ચલણી નોટો ચેન્નાઈથી મેળવી અમદાવાદમાં વટાવતો હતો.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં અનેક મુખ્ય બજારો આવેલા છે અને રાજયભરમાંથી લોકો અહીયા ખરીદી કરવા આવે છે જેના પરિણામે દિવસભર તમામ બજારો ધમધમતા હોય છે શહેરના આ તમામ બજારોમાં પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત હોય છે. બીજીબાજુ અમદાવાદ શહેરમાં નકલી ચલણી નોટો ફરતી કરવા માટે કેટલાક આરોપીઓ સક્રિય બનેલા છે.

જેના ઉપર સતત વોચ રાખવામાં આવતી હોય છે અમદાવાદ શહેરમાં શંકાસ્પદ વ્યક્તિઅો ઉપર નજર રાખવામાં આવતા અમદાવાદ ક્રાઈમબ્રાંચને ચોંકાવનારી બાતમી મળી હતી શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા વૈશાલી ફલેટમાં રહેતો એક શખ્સ છેલ્લા કેટલાક દિવસથી નકલી ચલણી નોટો ના નાપાક ષડયંત્રમાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યુ હતું.

જેના આધારે અમદાવાદ ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ છેલ્લા કેટલાક દિવસથી વોચ ગોઠવી હતી જેમાં વૈશાલી ફલેટમાં રહેતો વિક્રમસિંહ ગુમાનસિંહ દહિયા (રાજપુત) નામના શખ્સનું નામ જાણવા મળ્યું હતું જેના આધારે ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ ગઈકાલે રાત્રે વોચ ગોઠવી હતી અને વૈશાલી ફલેટમાં ખાનગીરાહે ક્રાઈમબ્રાંચના અધિકારીઓ ગોઠવાઈ ગયા હતા.

મોડી રાત્રે વૈશાલી ફલેટમાં ક્રાઈમબ્રાંચના અધિકારીઓ વોચમાં હતા તે દરમિયાન વિક્રમસિંહ પોતાના ઘરમાંથી બહાર નીકળતો જાવા મળ્યો હતો જેના પરિણામે અધિકારીઓ સતર્ક બની ગયા હતા અને ફલેટની નીચેથી તેને ઝડપી લેવામાં આવ્યો હતો ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ વિક્રમસિંહને ઝડપી લઈ તેની અને તેના ઘરની તલાશી લેતા રૂ.પ૦૦ના દરની ૩૩ નોટો મળી આવી હતી.

અત્યંત અસલી લાગતી આ નોટોની તપાસ કરતા તમામ નોટો નકલી હોવાનું જાણવા મળ્યું હતું જેના આધારે ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ વિક્રમસિંહની ધરપકડ કરી ક્રાઈમબ્રાંચની ઓફિસે લઈ જવામાં આવ્યો હતો. અમદાવાદ શહેરમાં નકલી ચલણી નોટો ફરતી કરવાના ષડયંત્રનો પર્દાફાશ થતા ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક તેઓ પણ ક્રાઈમબ્રાંચની ઓફિસે પહોંચી ગયા હતા. વિક્રમસિંહની પુછપરછ શરૂ કરવામાં આવતા ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.

વિક્રમસિંહે કબુલ્યુ હતું કે તે છેલ્લા ઘણા સમયથી ચેન્નાઈમાં રહેતો મહિપાલસિંહ રાજપુત નામનો શખ્સ તેના સંપર્કમાં હતો અને મહિપાલસિંહ ચેન્નાઈમાં બેસી નકલી ચલણી નોટોનું ષડયંત્ર ચલાવી રહયો છે વિક્રમસિંહ પણ થોડા દિવસ પહેલા ચેન્નાઈ ગયો હતો અને મહિપાલસિંહ પાસેથી રૂ.પ૦૦ ના દરની નકલી નોટોનો મોટો જથ્થો લેતો આવ્યો હતો.

અત્યંત અસલી જેવી જ રૂ.પ૦૦ના દરની આ નકલી નોટો લાવ્યા બાદ અમદાવાદ શહેરમાં વિક્રમસિંહે કેટલીક નોટો શહેરમાં વટાવી પણ છે આ માહિતી મળતા જ અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં કયા કયા નોટો વટાવી છે તેની વિગતો મેળવવામાં આવી રહી છે. બીજીબાજુ વિક્રમસિંહની પુછપરછમાં થયેલા ખુલાસાના આધારે અમદાવાદ ક્રાઈમબ્રાંચે દેશદ્રોહી આ કાવતરામાં તપાસનો દોર દેશવ્યાપી બનાવ્યો છે તથા કેન્દ્રીય એજન્સીઓ દ્વારા પણ આ અંગેની વિગતો મંગાવવામાં આવી છે.

પ્રાથમિક પુછપરછમાં વિક્રમસિંહ મુળ રાજસ્થાનના ઝાલોદનો રહેવાસી છે અને તે છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં રહેતો હતો તેની પાસેથી જપ્ત કરાયેલી રૂ.પ૦૦ની નકલી ચલણી નોટો તપાસઅર્થે  એફએસએલમાં મોકલી આપવામાં આવી છે.

ર૦ દિવસ પહેલા વિક્રમસિંહ ચેન્નાઈ ગયો હોવાના પુરાવા ક્રાઈમબ્રાંચને મળ્યા છે અને તેના આધારે તેની પુછપરછ શરૂ કરવામાં આવી છે આ ષડયંત્રમાં અમદાવાદ શહેરના કેટલાક શખ્સો પણ સંડોવાયેલા હોવાનું મનાઈ રહયું છે જાકે હાલ આ અંગે કોઈ ચોક્કસ વિગતો પ્રાપ્ત થઈ શકી નથી.

વિક્રમસિંહની પુછપરછમાં અન્ય કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ થયા છે જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.
બીજી બાજુ કેન્દ્રીય એજન્સીના અધિકારીઓ પણ અમદાવાદ આવવા રવાના થઈ ગયા છે. ક્રાઈમબ્રાંચની આ મહત્વપૂર્ણ સફળતાથી ઉચ્ચ અધિકારીઓએ હાશકારો અનુભવ્યો છે અને હાલ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.