આતંકી દ્વારા બાંદીપોરમાં ગ્રેનેડ હુમલો કરાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/JK-1.jpg)
જમ્મુ, જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વધુ એક હુમલો કર્યો છે. કાશ્મીરના બાંદીપોર વિસ્તારમાં આજે આતંકીઓએ ગ્રેનેડ વડે કરેલા હુમલામાં છ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ગ્રેનેડના ધડાકાના પગલે સંખ્યાબંધ વાહનોના કાચ પણ તુટી ગયા હતા.
આ હુમલા બાદ ભારે દોડધામ થઈ ગઈ હતી. એ પછી સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. ઘાયલોને હોસ્પિટલ લઈ જવાયા છે. પોલીસના કહેવા પ્રમાણે આતંકીઓએ સુરક્ષાબળોને ટાર્ગેટ કરીને ગ્રેને્ડ હુમલો કર્યો હતો.
ગ્રેનેડ રસ્તાની બીજી તરફ પડયા બાદ ફાટ્યો હતો. જેમાં ૬ લોકો ઘાયલ થયા છે. આ પહેલા સપ્ટેમ્બર મહિનામાં પણ સુરક્ષાદળોને ટાર્ગેટ બનાવીને આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. જેમાં પણ ત્રણ લોકો ઘાયલ થયા હતા.SSS