ડેન્ગ્યુના ઓછાં પ્લેટલેટ્સથી ગભરાવું નહીંઃ વધુમાં વધુ પાણી પીવુંઃ નિષ્ણાંતો

ડેન્ગ્યુનાં પ્લેટલેટ્સ કરતાં હિડાઈડ્રેશનનું જાેખમ વધુ
નવીદિલ્હી, છેલ્લાં કેટલાંક દિવસથી ડેન્ગ્યુના કેસ વધી રહયા છે. ત્યારે નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ડેન્ગ્યુમાં પ્લેટલેટસથી વધારે હાઈડ્રેશન પર ધ્યાન આપવું જરૂરી છે. પ્લેટલેટસ મામલે વધુ ચિંતા ન કરતાં હાઈડ્રોજન પર પણ નજર રાખવી આવશ્યક છે.
કારણ કે, માત્ર પ્લેટલેટસ ઓછા થવાથી એટલું જાેખમ નથી જેટલું હિડાડ્રેશનથી છે. ડોકટરોએ કહયું કે, હાલ રાજધાનીમાં ડેન્ગ્યુના કેસ વધ્યા છે. પરંતુ સ્થિતિ બેકાબુ બની નથી. સૌથી વધુ જરૂરી છે કે લોકો જાતે જ એસ્પેરીન પેન કિલર જેવી દવાઓ ન લે. એક દિવસથી વધુ તાવ રહે તો તબીબોને બતાવી ઈલાજ કરાવવો.
છેલ્લા ૧પ દિવસોમાં ડેન્ગ્યુ વકર્યો છે. રોજ દર્દીઓ હોસ્પીટલમાં દાખલ થઈ રહયાં છે. ત્યારે તબીબોએ કહયું કે, ડેન્ગ્યુમાં તાવ પછી ૪થીપ દિવસ બાદ પ્લેટલેટસ ઘટે છે જે કોઈ સિવીયોરીટીની નિશાની નથી. પરંતુ જાે પ૦ હજારથી ઘટે તો તેને મોનીટરીગની જરૂર પડે છે. જાેકે ડેન્ગ્યુમાં સૌથી વધુ જરૂરી છે. હાઈડ્રેશન પુરતી માત્રામાં પાણી પીવું ખૂબ જરૂરી છે.
સાથોસાથ હીમોગ્લોબીનનું સ્તર પણ ડેન્ગ્યુમાં મહત્વનો ભાગ ભજવે છે. ડીહાઈડ્રેશનને કારણે ઘણીવાર પ્લાઝમા બહાર નીકળી જાય છે. અને હિમોગ્લોબીન જે ૧ર હોવું જાેઈએ તેને સ્થાને વધીને ૧પ સુધી પહોંચી ડેન્ગ્યુનાં દર્દીઓમાં સીવીસી તપાસ જરૂરી છે. આ બાબતે મેડીસીન એકસપર્ટે જણાવ્યું કે, ડેન્ગ્યુના ૧૦૦ દર્દીઓને જ પ્લેટલેટસની જરૂર પડે છે. જાે ૧૦,૦૦૦થી પ્લેટલેટસ ઘટે તો ટ્રાંસફયુઝન કરવું પડે છે.