Western Times News

Gujarati News

વડોદરામાં રસ્તે રખડતી ગાયે વૃદ્ધ મહિલાને પછાડી

વડોદરા, જે દિવસે ભાજપ પ્રદેશ પ્રમુખે રખડતા પશુઓના જાેખમને લઈને શહેરના મેયરની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી, તે જ દિવસે વડોદરા મહાનગરપાલિકાએ ત્યારે શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો જ્યારે નવા સમા રોડ પર એક ગાયે વૃદ્ધાને નીચે પછાડ્યા હતા.

પાટીલે સોમવારે જાહેર કાર્યક્રમમાં શહેરમાં રખડતા પશુઓની સમસ્યાને પહોંચી વળવા માટે પૂરતા પગલા ન લેવાઈ રહ્યા હોવા બદલ મેયર કેયુર રોકડિયા પર પ્રહાર કર્યા હતા. નવાયાર્ડ વિસ્તારમાં રહેતા મહિલા મધુ સોલંકીને થાપાના ભાગે ફ્રેક્ચર થયું હતું. આ ઘટના તે સમયે બની હતી જ્યારે વીએમસીના કાર્યકર્તાઓ પાટીલની ટિપ્પણી બાદ પશુઓના ત્રાસ અંગે ચર્ચા કરવા માટે ભેગા થયા હતા.

મહિલાને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન વીએમસીએ તેમ કહેવાનું યથાવત્‌ રાખ્યું હતું કે, જ્યારે રસ્તે રખડતા પશુઓ સામે પગલા લેવાની વાત આવે છે ત્યારે અન્ય શહેર કરતા તેઓ વધુ સારી કામગીરી કરી રહ્યા છે. રોકડિયાએ તે વાતનું પુનરાવર્તન કર્યું હતું કે, મહાનગરપાલિકાએ ૬૯૦ ગાયને પકડી હતી અને તેમના માલિકો સામે ૨૮ જેટલી પોલિસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

તેમણે કહ્યું હતું કે, આ આંકડો રાજ્યમાં સૌથી વધારે છે. રોકડિયાએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં શહેરમાં પશુઓને પકડવા માટે નવ ટીમો બનાવવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, પકડવામાં આવી રહેલા પશુઓને અલગ-અલગ પાંજરાપોળમાં મોકલવામાં આવી રહ્યા છે.

આ પશુ આશ્રયસ્થાનો કે જેમને અગાઉ ઉછેર માટે ગાય દીઠ ૧૫૦૦ રૂપિયા આપવામાં આવતા હતા તેમને હવે ૩ હજાર રૂપિયા ચૂકવાઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, પાટીલની ટિપ્પણીને સકારાત્મક રીતે લેવામાં આવી રહી છે. જાે કે, પાટીલના કટાક્ષે ભાજપની અંદર એક મોટો રાજકીય વિવાદ ઉભો કર્યો છે. ઘણા લોકોનું માનવું છે કે, પાર્ટીમાંથી જ કોઈએ પાટીલને ખોટી માહિતી આપી રહ્યું હોય તેવું બની શકે છે. અન્ય કેટલાકનું માનવું છે કે, ઢોર હજી પણ રસ્તા પર હતા અને પાટીલ આ તરફ ધ્યાન દોરવામાં સાચા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.