ફિનો પેમેન્ટ્સ બૅન્કનો IPO 29 ઓક્ટોબરે ખુલશે, પ્રાઇસ બેન્ડ Rs 560 – Rs 577
· ફ્લોર પ્રાઈસ ઇક્વિટી શેર્સની ફેસ વેલ્યુની 56 ગણી છે અને કેપ પ્રાઇસ ઇક્વિટી શેર્સની ફેસ વેલ્યુની 57.7 ગણી છે.
અમદાવાદ, ફિનો પેમેન્ટ્સ બૅન્ક લિમિટેડ (“કંપની”) જરૂરી મંજૂરીઓ મળવા, બજારની પરિસ્થિતિઓ અને અન્ય વિચારણાઓને આધીન, ઇક્વિટી શેર્સની ઇનિશિયલ પબ્લિક ઓફર (“ઑફર”) શુક્રવાર, 29 ઑક્ટોબર 29, 2021ના રોજ ખુલ્લી મૂકવા અને મંગળવાર, 2 નવેમ્બર 02, 2021ના રોજ ઓફર બંધ કરવા વિચારી રહી છે. ઓફર માટેની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેર દીઠ Rs 560 – Rs 577 નક્કી કરવામાં આવી છે.
ઓફરમાં Rs 3,000 મિલિયન (“ફ્રેશ ઈશ્યુ”) સુધીના ઈક્વિટી શેર્સનો ફ્રેશ ઈશ્યુ અને ફિનો પેટેક (“પ્રમોટર સેલિંગ શેરધારકો”) દ્વારા 15,602,999 સુધીના ઈક્વિટી શેર્સના ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે.
કંપની ફ્રેશ ઈશ્યુમાંથી મળનારી ચોખ્ખી ઉપજનો ઉપયોગ તેની ભાવિ મૂડી જરૂરિયાતોને પૂરી કરવા બૅન્કના ટિયર-1 કેપિટલ ભંડોળને વધારવા માટે કરવા માંગે છે.
ફિનો પેમેન્ટ બૅન્ક એ ફિનો પેટેક લિમિટેડ (FPL)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે, જે મુખ્યત્વે નાણાકીય સમાવેશને લગતા ટેક્નોલોજી-આધારિત ઉકેલો અને સેવાઓ પ્રદાન કરવામાં સંકળાયેલી છે. FPLને બ્લેકસ્ટોન, આઈસીઆઈસીઆઈ ગ્રુપ, ઇન્ટેલ કેપિટલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ, HAV3 હોલ્ડિંગ્સ (મોરેશિયસ) લિમિટેડ અને વિશ્વ બૅન્કની પેટાકંપની, ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન (IFC) સહિતના મજબૂત રોકાણકારોનું પીઠબળ છે.
એક્સિસ કેપિટલ લિમિટેડ, CLSA ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ, અને નોમુરા ફાઈનાન્સિયલ એડવાઈઝરી એન્ડ સિક્યોરિટીઝ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ ઑફર (“BRLM”)ના બુક રનિંગ લીડ મેનેજર છે.
કંપની અને વેચાણકર્તા શેરહોલ્ડરે ઓફરના બુક રનિંગ લીડ મેનેજર સાથે પરામર્શ કરીને, સેબી આઈસીડીઆર રેગ્યુલેશન્સ અનુસાર એન્કર ઈન્વેસ્ટર્સની ભાગીદારીને વિચારણામાં લીધી છે, જેમની ભાગીદારી બિડ/ઓફરની શરૂઆતની તારીખના એક કાર્યકારી દિવસ પહેલાં, એટલે કે ગુરુવાર, 28 ઑક્ટોબર, 2021 રહેશે.
આ ઑફર સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, 1957ના નિયમ 19(2)(b) ની શરતો મુજબ કરવામાં આવી રહી છે, જેને સુધાર્યા મુજબ સેબી ICDR રેગ્યુલેશન્સના નિયમનોના નિયમન 31 સાથે વાંચો. આ ઑફર SEBI ICDR રેગ્યુલેશન્સના રેગ્યુલેશન 6(2)ના પાલન સાથે બુક બિલ્ડીંગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવી રહી છે,
જેમાં ઑફરનો 75% કરતાં ઓછો નહિ તેટલો હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સને, ઓફરનો 15% કરતાં વધુ નહિ એટલો હિસ્સો નોન- ઇન્સ્ટિટ્યુશન બિડર્સને અને ઓફરના 10%થી વધુ નહિ તેટલો હિસ્સો રીટેલ વ્યક્તિગત બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે.