ઉત્તરાખંડ: બાગેશ્વરથી મુનસ્યારી જઈ રહેલા પ્રવાસીઓનુ વાહન અકસ્માતનો ભોગ બન્યુ, 5ના મોત

દહેરાદૂન, ઉત્તરાખંડમાં બાગેશ્વરથી મુનસ્યારી જઈ રહેલા પ્રવાસીઓનુ વાહન ભીષણ ઘટનાનો ભોગ બન્યુ છે. ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે. રાહત અને બચાવની ટીમ ઘટના સ્થળે પહોંચી છે, જેના દ્વારા રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યુ છે.
જાણકારી અનુસાર કપકોટના ફરસાલીમાં બુધવારે બે વાહન ટકરાયા. જેમાં પાંચ બંગાળી પ્રવાસીના મોત થઈ ગયા છે. પ્રવાસી બાગેશ્વરથી મુનસ્યારી જઈ રહ્યા હતા. ત્યાં આ ઘટનામાં કેટલાકના ઈજાગ્રસ્ત થયાની પણ માહિતી મળી છે.
ઈજાગ્રસ્તોને કપકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. બે વાહન સામસામે ટકરાયા બાદ એક વાહન રસ્તાથી નીચે ખાઈમાં પડી ગયુ. જેનાથી આ દર્દનાક ઘટના ઘટી.
વાહનમાં 12 લોકો સવાર હતા. જેમાંથી સાત લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. ત્યાં પાંચના મોત નીપજ્યા છે. બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. ધારાસભ્ય બલવંત સિંહ ભૌર્યાલે ઘટના સ્થળનો પ્રવાસ કર્યો અને સ્વાસ્થ્ય કેન્દ્ર જઈને ઈજાગ્રસ્તોની જાણકારી પણ મેળવી. ઉપજિલ્લાધિકારી કપકોટ અને તહસીલદારે ઘટના સ્થળની મુલાકાત લીધી.