પશ્ચિમ બંગાળ: ભાજપ ધારાસભ્ય કૃષ્ણ કલ્યાણી ટીએમસીમાં સામેલ

કલકત્તા, પશ્ચિમ બંગાળમાં ટીએમસી દ્વારા ભાજપને ઝટકો આપવાનો સિલસિલો ચાલુ છે. આજે વધુ એક ભાજપ ધારાસભ્ય ટીએમસીમાં સામેલ થયા છે. આ મહિનાની શરૂઆતમાં ભાજપમાંથી રાજીનામુ આપનાર ધારાસભ્ય કૃષ્ણ કલ્યાણી આજે ટીએમસીમાં સામેલ થઈ ગયા. તેઓ મમતા સરકારમાં મંત્રી પાર્થ ચેટર્જીની હાજરીમાં ટીએમસીમાં સામેલ થયા.
રાયગંજથી ભાજપ ધારાસભ્ય કૃષ્ણ કલ્યાણીએ એક ઓક્ટોબરે પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ હતુ. આનાથી એક દિવસ પહેલા જ કૃષ્ણ કલ્યાણીને ભારતીય જનતા પાર્ટી તરફથી કારણ બતાઓ નોટિસ જારી કરી હતી. આ નોટિસ તેમને રાયગંજમાં ભાજપના સાંસદ દેબાશ્રી ચૌધરી વિરૂદ્ધ નિવેદનબાજી બાદ મોકલાઈ હતી પરંતુ આના આગલા દિવસે જ પોતે કૃષ્ણ કલ્યાણીએ રાજીનામુ આપી દીધુ. આ દરમિયાન તેમણે કહ્યુ કે હુ તે પાર્ટીમાં રહી શકતો નથી જેમાં દેબાશ્રી ચૌધરી સાંસદ છે.