ગુજરાતમાં ૫૦ કરોડ રૂપિયાનાં ચોપડાનું વેચાણ
અમદાવાદ, અમદાવાદ દિવાળીનું પર્વ નજીક છે ત્યારે હિન્દુ શાસ્ત્ર મુજબ ચોપડા પૂજનનું પણ એટલું જ મહત્વ રહેલું છે જેથી કોમ્પ્યુટર અને લેપટોપનાં યુગમાં પણ વર્ષો જૂની પરંપરા નિભાવી ચોપડાનું પૂજન આજે પણ દરેક વેપારી પોતાનાં ધંધા વ્યવસાયમાં નફાથી લઈને ખૂબ સુધીની તમામ વિગતો વર્ષો સુધીની ચોપડામાં દર્શાવતા હોય છે .
કોરોનામાં ૨૦થી ૩૦ ટકા બિઝનેસ ઘટી ગયો છે છતાં સમગ્ર ગુજરાતમાં હિસાબી ચોપડાનું રૂપિયા ૫૦ કરોડનું વેચાણ છે. વિક્રમ સંવત વર્ષના અંતિમ દિવસ એવા દિવાળીને શુભદિને વેપારી નવા વર્ષ માટે વપરાનારા ચોપડાનું પૂજન કરે છે અને બેસતા વર્ષના દિવસે શુભ ચોઘડિયામાં નવા વર્ષના હિસાબકિતાબ લખે છે.
આજના જમાનામાં તો હવે ઘણી ખરી ગુજરાતી પેઢીઓએ મોડર્ન એકાઉન્ટિંગ પધ્ધતિ (ડબલ એન્ટ્રી બુક કીપિંગ) અપનાવી લીધી છે. તેઓ ચોપડામાં હિસાબ લખવાને બદલે કોમ્પ્યુટરરાઈઝ્ડ એકાઉન્ટિંગ સિસ્ટમ પર વધુ ભરોસો રાખે છે. છતાં ચોપડાપૂજનની પ્રથાને કારણે વેપારી દિવાળીનાં દિવસે ચોપડાનું પૂજન કરવાનું ભૂલતો નથી.
ઘણા વેપારી તો ચોપડાની સાથે કોમ્પ્યુટરની પણ પૂજા કરાવે છે! સગાં સંબંધીને નિમંત્રીને વેપારીઓ ધામધૂમથી ચોપડાપૂજન ઉજવે છે. ચોપડા ખરીદવા માટે પણ દરેક વેપારી અમુક ચોક્કસ કાગદીવાળા પાસે જ જાય છે. અમદાવાદનાં વર્ષો જુના માર્કેટ એવું ગાંધી બ્રિજ નીચે જ વેપારીઓ એ આ વર્ષે એડવાન્સ ઓર્ડર આપ્યા છે જાે કે મોંઘવારીનો માર છતાં વેપારીઓ ચોપડા લેવા માર્કેટમાં આવી રહ્યા છે.
ચોપડા બનાવનારા અને બ્રીજ નીચે વેચનારા વેપારીઓનું કહેવું છે કે, કોરોનામાં ૨૦થી ૩૦ ટકા બિઝનેસ ઘટી ગયો છે છતાં સમગ્ર ગુજરાતમાં હિસાબી ચોપડાનું રૂપિયા ૫૦ કરોડનું વેચાણ થયું છે. મહત્વનું છે કે છેલ્લા બે વર્ષથી તહેવારો ફિક્કા હતા જાે કે કોરોનાકાળની મહામારી ભુલાઈ છે અને મોંઘવારી વચ્ચે પણ બજેટ સાચવીને પણ તહેવાર માનવવા અને નવા હિસાબી વર્ષની શરૂઆત કરવા માટે વેપારીઓએ આશા સાથે ખરીદી શરૂ કરી છે. અને ટેકનોલોજીના યુગમાં પણ શાસ્ત્રોક્ત વિધિ માટે પણ લોકો ચોપડા ખરીદી રહ્યા છે.SSS