અમદાવાદ જિલ્લાના 419 ગામોમાં 100 ટકા રસીકરણ થઈ ગયું
અમદાવાદ જિલ્લામાં 12 લાખથી વધુ લોકોને કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ અપાયો
અમદાવાદ જિલ્લામાં 12 હજારથી વધુ નાગરિકોનું રસીકરણ કરાયું
અમદાવાદ જિલ્લા આરોગ્ય શાખામાંથી પ્રાપ્ત વિગતો અનુસાર બુધવારે 12,747 લોકોનું રસીકરણ થયું. જેમાં 9,870 લોકોએ કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ લીધો હતો જ્યારે 2,877 લોકોએ બીજો ડોઝ લીધો હતો. મહત્વની વાત એ પણ છે કે અમદાવાદ જિલ્લાના 419 ગામોમાં 100 ટકા રસીકરણ થઈ ચૂકયુ છે.
જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના આંકડાઓ અનુસાર અમદાવાદ જિલ્લામાં 12, 76,527 નાગરિકો એ કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ મેળવી લીધો છે. જ્યારે 7,88,372 થી વધુ નાગરિકો રસીનો બીજો ડોઝ લઈ ચૂક્યા છે.
અહીં એ પણ નોંધપાત્ર બાબત એ છે કે જિલ્લામાં 100 ટકા હેલ્થકેર વર્કર્સને રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે 90 ટકા જેટલા ફ્રંટલાઈન વર્કર કોરોના વિરોધી રસીના બંને ડોઝ લઈ ચૂક્યા છે. આમ, અમદાવાદ જિલ્લામાં કોરોના સામેની રસી માટે જિલ્લા આરોગ્ય શાખા દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે.