ડાકણનો વહેમ રાખીને ચાર લોકોએ દંપતીને માર માર્યો
દાહોદ, અંધશ્રદ્ધામાં અંધ બનેલા દાહોદ તાલુકાનાં ચાર લોકો એ ડાકણનો વહેમ રાખી દંપતીને માર મારતા ઇજાગ્રસ્ત થયેલા આધેડને સારવાર હેઠળ ખસેડાયાં દાહોદ રૂરલ પોલીસે ચાર લોકો વિરુધ્ધ ફરિયાદ દાખલ કરી હતી.
દાહોદ જિલ્લો આદિવાસી બાહુલય ધારાવતો જિલ્લો અને જિલ્લામાં વર્ષોથી આદિવાસી સમાજમાં અનેક પરંપરાઓ અને માન્યતાઓ પણ રહેલી ભૂતકાળમાં જિલ્લામાં અંધશ્રદ્ધાનું પ્રમાણ ખૂબ જાેવા મળતું હતું પરંતુ સમયની સાથે સાક્ષરતાનો દર વધવાની સાથે અનેક સેવા ભાવિ સંસ્થાઑ તેમજ વહીવટી તંત્રએ અંધશ્રદ્ધા જાગૃતિ માટે અનેક કાર્યક્ર્મો થકી અંધશ્રદ્ધાનું પ્રમાણ ઓછું કર્યું છે.
તેમ છ્તા કેટલાક વિસ્તારોમાં હજૂપણ અંધશ્રદ્ધા જાેવા મળે છે તેનું ઉદાહરણ પૂરું પાડતો કિસ્સો દાહોદ તાલુકાનાં ડુંગરા ખાતે સામે આવ્યો છે. જેમાં મહિલા ડાકણ હોવાનો વહેમ રાખી ગામના ચાર લોકોએ દંપતીને માર મારતા દાહોદ રૂરલ પોલીસે ચાર ઇસમો વિરુધ્ધ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ તાલુકા ના ડુંગરા ખાતે ગતરોજ તેજ ગામ ના ૧- મુકેશ માવી, ૨- રાજેશ માવી, ૩- સવિતાબેન માવી ૪- રાકેશ માવી એમ કુલ ચાર જણા ભેગા મળી ગામ ના એક દંપતી ને ત્યાં જઈ ગાળાગાળી કરી તમારીમાં ડાકણ છે. અને અમારા ઘર આગળ મેલી વિધા મૂકી ગયા છો એમ કહી દંપતીને માર મારવામાં આવ્યો હતો ચાર લોકોના મારથી ઇજાગ્રસ્ત થયેલ દંપતીને દાહોદની ઝાયડ્સ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં મહિલાને ટૂંકી સારવાર બાદ રાજા આપી દેવામાં આવી હતી. જ્યારે તેમના પતિને વધુ ઇજા ઑ જણાતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. બનાવ ને પગલે દાહોદ રૂરલ પોલીસે મહિલા સહિત ચારેય લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ચારેય આરોપી ની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.SSS