વેક્સિન ખરીદવા ભારત ૧૫૦૦૦ કરોડની લોન લેશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/07/vaccine-2-1024x768.jpg)
નવી દિલ્હી, ભારત સરકારે કોરોનાની રસીના ૬૭ કરોડ ડોઝ ખરીદવા માટે એશિયન ડેવલપમેન્ટ બેન્ક તેમજ ચીન સ્થિત એશિયન ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટ બેન્ક પાસેી લોનની માંગણી કરી છે. એશિયન ડેવલપમેન્ટ બેન્કનુ હેડક્વાર્ટર મનિલામાં આવેલુ છે.
જેમાં અમેરિકા અને જાપાનનો હિસ્સો સૌથી વધારે છે. જ્યારે એશિયન ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટ બેન્કમાં ભારત અને ચીનની હિસ્સેદારી સૌથી વધારે છે. એવુ મનાય છે કે, વેક્સીન માટે એશિયન ડેવલપમેન્ટ બેન્ક તેમજ એશિયન ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટ બેન્ક ભારતને અનુક્રમે ૧.૫ અબજ ડોલર તેમજ ૫૦૦ મિલિયન ડોલરની લોન આપશે.
આમ કુલ ૧૫૦૦૦ કરોડ રૂપિયા સરકાર લોન તરીકે લઈને વેક્સીન ખરીદવા માંગે છે. બેન્ક દ્વારા ભારતના પ્રસ્તાવ પર વિચારણા થઈ રહી છે. ભારતે લોન માટે ત્રણ મહિના પહેલા પ્રસ્તાવ મુકયો હતો.ભારત તરફથી આ સિવાય પણ બીજા પ્રસ્તાવો લોન માટે મુકાયેલા છે.
જેમાં ચેન્નાઈ મેટ્રોના બીજા તબક્કા માટેની લોનના પ્રસ્તાવનો પણ સમાવેશ થાય છે. આ પહેલા એશિયન ઈન્ફ્રાસ્ટ્રકચર ઈન્વેસ્ટમેન્ટ બેન્ક દ્વારા ચેન્નાઈ મેટ્રોના બીજા તબક્કા માટે ૩૫૬ મિલિનય ડોલરની લોન મંજૂર કરાઈ હતી. અત્યાર સુધીમાં આ બેન્ક ભારતના ૨૮ પ્રોજેક્ટ માટે ૬.૭ અબજ ડોલરની લોન આપી ચુકી છે.SSS