Western Times News

Gujarati News

જુનાગઢના ઉદ્યોગનગરમાંથી ચંદનચોર બે સગાભાઈની ધરપકડ

જૂનાગઢ,  ભવનાથ તળેટીના લાલ ઢોરી વિસ્તારમાંથી તાજેતરમાં જ છ ચંદનના ઝાડનું છેદન કરનાર મધ્યપ્રદેશના કટની જીલ્લાના બે સગા ભાઈની વન તંત્રએ બે લાખની કિંમતના લાકડા સાથે ઝડપી લઈને બે દિવસના રીમાન્ડ પર મેળવી પૂછપરછ હાથ ધરી છે.

ભવનાથ તળેટીના લાલ ઢોરી રેવન્યુ વિસ્તારમાંથી તાજેતરમાં જ ચંદનચોરોએ છ વૃક્ષનુૃ છેદન કર્યુ હતુ. આ સાથે વનતંત્ર હરકતભાઈ આવી આ ચોરીનો ભેદ ઉકેલવા પ્રયાસો હાથ ધર્યા હતા. અને આ વિસ્તારમાં સઘન ચેકીંગ દરમ્યાન ચંદનના કપાયેલા લાકડા ઝાડી ઝાંખરામાં છુપાવેલ હતા એ નજરે ચડ્યા હતા.

તેથી એસીએફમાં પટેલના માર્ગદર્શન હેઠળ આર.એફ.ઓ. ભાલિયા તથા સ્ટાફ વૉચમાં ગોઠવાયા હતા. ત્યાં આજે વહેલી સવારે કટની જીલ્લાના સુગવલના લેલે રાકેશ પારધી અને તેનો ભાઈ લોન્ડી રાકેશ પારધી ચંદનના લાકડા સાથે ઉદ્યોગનગરમાંથી પસાર થતાં દબોચી લીધા હતા.

આ બંન્નેની પૂછપરછ કરતા ચંદનના કટીંગમાં કુલ ચાર શખ્સો હોવાની કબુલાત આપી હતી. તથી તેમના નામ-સરનામા મેળવીને તેમને પણ પકડવા તજવીજ હાથ ધરી હતી. આ બંન્ને ચંદનચોરને આજે કોર્ટમાં રજુ કરી બે દિવસના રીમાન્ડ પર મેળવી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.