દારૂ લાવવામાં સરળતા માટે બુટલેગરે ગોવામાં કંપની ખોલી
સુરત, ગુજરાત ડ્રાય સ્ટેટ છે તેવી માન્યતા જ ભૂલ ભરેલી છે થોડીઘણી પણ તપાસ કરો તો શેરીએ શેરીએ તમને દારુ મળી રહે છે. સમગ્ર રાજ્યમાં અંદરખાને દારુનો વેપાર ખૂબ જ ફૂલ્યો ફાલ્યો છે. રાજ્યમાં ગેરકાયદેસર દારુ જુદી જુદી અનેક રીતે પ્રવેશ છે. છાસવારે લાખોનો દારુ પકડાયો હોવાના અહેવાલ પર સમાચાર પત્રોના મથાળે ચમકે છે.
જાેકે રાજ્યમાં દારુનો વેપાર કેટલો મલાઈદાર છે તેનું ઉદાહરણ વડોદારના એક બુટલેગર પરથી આવે છે. જે આ ગોરખધંધો કરવામાં સરળતા રહે માટે પોતે જ ગોવા શિફ્ટ થઈ ગયો અને ત્યાં કેમિકલ ટ્રેડ કરતી કંપનીના નામે વેપાર શરુ કરીને ગુજરાતમાં કેમિકલ કન્ટેનરના ઓઠા હેઠળ દારુ ઘુસાડવાનું શરું કર્યું.
મંગળવારે મહિધાપુરામાં રૂ. ૨૭ લાખની કિંમતના દારૂનો જથ્થો પકડાયા બાદ તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે દારૂનું આ કન્સાઇનમેન્ટ શંકર મોરે (૪૦) દ્વારા કેમિકલ કન્ટેનરમાં છુપાવીને શહેરમાં જ તેના સાથીદાર જિજ્ઞેશ ઉર્ફે લાલો ડાભેલિયાને મોકલવામાં આવ્યું હતું. આ બાજુ ડાભેલિયાએ પણ દારૂના વેપારને છુપાવવા માટે ઉપર ઉપરથી કેમિકલ ટ્રેડિંગનો ધંધો શરું કર્યો હતો અને તેના નામ હેઠળ દારુની સપ્લાઈ કરવામાં આવી રહી હતી.
પોલીસના જણાવ્યા મુજબ મોરેનું નામ વડોદરામાં અનેક ગુનાહિત કેસોમાં જાેડાયેલું છે. તે થોડા મહિના પહેલા પહેલા સુરત અને ત્યાંથી પછી ગોવામાં શિફ્ટ થયો હતો. જ્યાં તેણે કેમિકલ બિઝનેસમેન તરીકે પોતાનું નામ નોંધાવ્યું હતું. તેણે જીએસટી નંબર પણ લીધો અને કેમિકલ ભરેલા કન્ટેનરમાં સંતાડેલો દારુ ગુજરાતમાં સપ્લાય કરવાનું શરૂ કર્યું. જાેકે આ અંગે પોલીસને પણ ત્યારે જ ખબર પડી જ્યારે તાજેતરમાં આ કેસમાં તેના સાથીદારે મોરેના નામના વટાણા વેરી દીધા. મોરે ગોવામાં શિફ્ટ થયા પછી અહીં નોંધાયેલો આ પહેલો કેસ છે.
મહિધરપુરા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, તેના સાથીદારોએ તપાસમાં મોરેનું નામ બોલી જતા પોલીસને ત્યારે જ જાણ થઈ હતી કે મોરે તો વડોદરા છોડીને ગોવા ચાલ્યો ગયો છે. પોલીસને જાણવા મળ્યું કે મોરેને દમણમાંથી પણ દારૂની સપ્લાય કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાથી તેણે ગોવા લોક સ્ટોક અને બેરલમાં જવાનું નક્કી કર્યું. “ગુજરાતમાં પોતાની સામે અનેક કેસ પછી બુટલેગરે પોતાના ગેરકાયદે બિઝનેસ માટે ગોવાને પસંદ કર્યું.
જે બાદ તેની સામે પહેલો કેસ નોંધાયો છે. દારુ સપ્લાય કરતા સમયે પકડાઈ જવાનું ટાળવા માટે તેણે આખા બિઝનેસ મોડલમાં પણ ફેરફાર કર્યો હતો. તેમ પોલીસ ઈન્સ્પેક્ટર આર કે ધુલિયાએ જણાવ્યું હતું. મંગળવારે ચોક્કસ માહિતીના આધારે પોલીસે ટ્રકમાં લઈ જવામાં આવી રહેલા કેમિકલ કન્સાઈનમેન્ટની તપાસ કરી હતી.
જ્યારે પ્લાસ્ટિકના કન્ટેનરમાં એલોવેરા જેલ હોય તેવું ચિહ્નિત કરવામાં આવ્યું હતું, જેમાં જેલ તો માત્ર અડધું જ ભરેલું હતું, કારણ કે બાકી નીચેના ભાગે તેમાં અડધોઅડધ ભારતીય બનાવટની વિદેશી દારૂ બોટલો ભરેલી હતી. બંનેએ વસ્તા દેવડી રોડ પર આવેલા એક વેરહાઉસ વિશે પણ લીડ આપી હતી જ્યાંથી દારુનો જંગી જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે વેરહાઉસમાંથી કુલ રુ. ૨૭ લાખની ૬,૩૫૧ IMFL બોટલ અને ૬૨૪ બિયરના કેન જપ્ત કર્યા છે. દાભેલિયા દ્વારા કેમિકલ સ્ટોર કરવા માટે વેરહાઉસ ભાડે લેવામાં આવ્યું હતું, કારણ કે તેણે પણ તેની કેમિકલ ટ્રેડિંગ ફર્મ અહીં રજીસ્ટર કરાવી હતી. દાભેલિયા અને મોરે PASAના ગુનેગાર તરીકે રાજકોટ જેલમાં એકબીજાને મળ્યા હતા. મહિધરપુરા પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘મોટાભાગનો જપ્ત કરાયેલો દારુ હાઈ ક્વોલિટી પ્રોડક્ટ છે જે ગોવામાં તેની વાસ્તવિક કિંમતની તુલનામાં ઘણી ઊંચી કિંમતે વેચવામાં આવતો હતો. કારણ કે અહીં માંગને કારણે ટિપલર્સ ગમે તે કિંમતે તેને ખરીદવા તૈયાર થઈ જતા હતા. ‘
‘દારૂને પ્લાસ્ટિકના ડબ્બામાં થર્મોકોલની શીટની નીચે છુપાવવામાં આવ્યો હતો, ઉપર જેલ ભરેલું હતું. જેલને કેપથી ઢંકવામાં આવ્યું હતું અને તેના પર મેટલના ઢાંકણથી સીલ કરવામાં આવ્યું હતું.’SSS