તમે મજબૂત સોનાક્ષીને યાદ કરજાે: એરિકાની ફેન્સને અપીલ

મુંબઈ, શહીર શેખ, એરિકા ફનાર્ન્ડિસ અને સુપ્રીયા પિલગાંવકરનો ટીવી શો ‘કુછ રંગ પ્યાર કે ઐસે ભી ૩’ આ મહિનાના અંતમાં ઓફ-એર થવાનો છે. શોની ત્રીજી સીઝન ૧૨મી જુલાઈએ શરૂ થઈ હતી અને માત્ર ૩ મહિનામાં તે બંધ જવા જઈ રહી છે. રેટિંગના સંદર્ભમાં, ત્રીજી સીઝન અગાઉની બે સીઝન જેવું પર્ફોર્મન્સ આપી શકી નહીં.
શો બંધ થાય તે પહેલા જ ‘સોનાક્ષી’નું પાત્ર ભજવી રહેલી એરિકાએ શો છોડી દીધો છે. એરિકાએ પોતે સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ લખીને શો છોડવાની વાતને કન્ફર્મ કરી છે અને આ પાછળનું કારણ પણ જણાવ્યું છે. એરિકાએ લખ્યું છે કે, શોમાં તે સોનાક્ષીના પાત્રથી ખુશ નહોતી એરિકાનું કહ્વું છે કે, અગાઉ બે સીઝનની સરખામણીમાં આ સીઝનમાં સોનાક્ષીના પાત્રને નબળું અને ગૂંચવણભર્યું દેખાડવામાં આવ્યું હતું.
ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટમાં એરિકા ફનાર્ન્ડિસે લખ્યું છે ‘સીરિયલની શરૂઆત થઈ ત્યારથી પ્રેમ આપનારા લોકોનો સૌથી પહેલા આભાર માનવા માગુ છું. જે પ્રેમ તમે વરસાવ્યો તે દિલને સ્પર્શી ગયો. જ્યારે શોની પહેલી સીઝન ઓફ-એર થઈ હતી ત્યારે એક મહિના બાદ ફરીથી તેને સ્ક્રીન પર લાવવામાં આવી હતી.
‘કુછ રંગ’ના તે પરિવાર સાથે પરત આવીને અમે ખૂબ ઉત્સુક હતા સોનાક્ષીનું પાત્ર માત્ર મારા જ નહીં, પરંતુ તમારા તમામના દિલની નજીક રહ્યું. સોનાક્ષીને પહેલી અને બીજી સીઝનમાં મજબૂત, સ્માર્ટ અને બેલેન્સ દેખાડવામાં આવી હતી. ત્રીજી સીઝનમાં સોનાક્ષીને તે જ રીતે જાેવાની આશા હતી.
પરંતુ દુર્ભાગ્ય રીતે આપણને કંઈક અલગ જ જાેવા મળ્યું. એરિકા ફનાર્ન્ડિસે આ પોસ્ટમાં આગળ ફેન્સને અપીલ કરી છે કે, તેઓ પહેલી અને બીજી સીઝનની મજબૂત સોનાક્ષીને યાદ રાખે, ન કે ત્રીજી સીઝનની નબળી અને મૂંઝવણથી ભરેલી સોનાક્ષીને.
એરિકાએ લખ્યું છે ‘આ સીઝનમાં એરિકાને નબળી અને મૂંઝવણ ભરેલી દેખાડવામાં આવી, જ્યારે આગળની બે સીઝનમાં આમ નહોતું. તેની પાસે નોકરી હતી. તે ઓફિસ જતી હતી. ઘરે ખાલીખમ નહોતી બેસી રહેતી. ક્યારેક-ક્યારેક તમારે તમારા આત્મસન્માન અને પ્રિય શોમાંથી કોઈ એકની પસંદગી કરવી પડે છે. કઠોર ર્નિણય લેવો પડે છે. દરેક વખતે બીજાની જવાબદારીઓ પોતાના ખભા પર ઉઠાવી શકતા નથી.SSS