અક્ષય પોતાના દિકરા પાસે પાઈ-પાઈનો હિસાબ માગે છે

મુંબઈ, અક્ષય કુમાર બોલિવૂડના સૌથી ફિટ અને શિસ્તબદ્ધ અભિનેતા એમાંના એક છે. અક્ષય પાર્ટીઓમાં ઓછો અને જાેગિંગ અને કસરત કરતા વધુ જાેવા મળે છે. સૌથી મહત્વની વાત એ છે કે અક્ષય તેના બંને બાળકોમાં સમાન ગુણો જાેવા માંગે છે. પોતાના વ્યસ્ત શિડ્યુલ પછી પણ અક્ષય પોતાના બાળકો માટે જે કરે છે તેવું સામાન્ય પિતા માટે પણ કરવું કદાચ ખૂબ જ મુશ્કેલ છે.
તેથી જાે તમે પણ વ્યસ્ત હોવાનો ડોળ કરીને તમારા બાળક સાથે સમય વિતાવતા નથી, તો અક્ષય કુમાર તમને વાલીપણાની કેટલીક સારી બાબતો શીખવી શકે છે. ચોમાસામાં વરસાદ હોય તો પણ અક્ષય તેના બાળકો સાથે વોક પર જાય છે. અક્ષયને વરસાદને કારણે વાતાવરણમાં સુંદરતા અને બદલાવ જાેવો ગમે છે અને તે આ બધું પોતાના બાળકો સાથે કરે છે.
આના માધ્યમથી અક્ષય તેના બાળકોને જણાવવાનો પ્રયાસ કરે છે કે, પર્યાવરણનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે. અક્ષયની પુત્રી નિતારા હજુ ઘણી નાની છે, પરંતુ આટલી નાની ઉંમરે તેને તમામ પ્રકારના પુસ્તકો વાંચવાનો શોખ છે. નિતારા રામાયણથી લઈને પરીકથાઓ સુધીના પુસ્તકો પણ વાંચે છે.
અક્ષય પણ તેની દીકરી સાથે પુસ્તક વાંચનનો શોખીન છે અને વાંચનમાંથી કેટલાક નવા શબ્દો શીખવાનો પ્રયત્ન કરે છે. અક્ષય નિતારાને નવી વાર્તાઓ સંભળાવે છે અને વાંચનના ફાયદાઓ વિશે પણ જણાવે છે. અક્ષય કહે છે કે, તેમના બાળકો પણ બાળકો જેવા હોવા જાેઈએ.
તે તેની પુત્રીને સર્જનાત્મક બનવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે અને આ બાબતમાં તે કેટલીકવાર તેના પગના નખ પણ રંગી દે છે. અક્ષય ઈચ્છે છે કે, તેના બાળકો તેમને જે મળ્યું છે તેની કદર કરે. તેમને પોતાના માતા-પિતાએ સારા સંસ્કાર આપ્યા છે અને તેઓ પણ તેમના બાળકોને તે જ રીતે ઉછેરવા માંગે છે.
જ્યારે ટિ્વંકલ ખન્ના કોઈ કામ માટે શહેરની બહાર હોય છે, તો તે સમયે અક્ષય કુમાર એકલો બંને બાળકોની સંભાળ રાખે છે. અક્ષય સાંજે વહેલો ઘરે આવે છે અને તેના બાળકો સાથે સમય વિતાવે છે. તેને પૂછે છે કે તે આખો દિવસ શું કર્યું? આ રીતે, અક્ષય તેના બાળકોના દિવસના શેડ્યૂલ વિશે જાણે છે અને તેમને સમજાવે છે કે, ક્યારેક માતાને પણ કામથી બહાર જવું પડે છે અને આવી સ્થિતિમાં પિતા હંમેશા બાળકો માટે હાજર હોય છે.
અક્ષય અને તેની પત્ની ટિ્વંકલ ઈચ્છે છે કે તેમના બંને બાળકો પૈસાનું મહત્વ સમજે અને ઉડાઉ ખર્ચ ન કરે. આ માટે અક્ષય વેકેશનમાં ફરવા માટે ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરે છે.SSS