અમદાવાદ શહેરમાં ઉશ્કેરણીજનક કૃત્યો પર પ્રતિબંધ
જાહેર શાંતિ અને સલામતી જાળવવા અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રીની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં ઉશ્કેરણીજનક કૃત્યો પર પોલીસ કમિશ્નરશ્રીએ પ્રતિબંધ ફરમાવ્યો છે. અઢી ઇંચથી વધારે લાંબા ચપ્પા, શસ્ત્રો કે અણીયાળા સાધનો રાખવા પર, પથ્થરો કે હાનિકારક સ્ફોટક પદાર્થો અન્ય પર ફેંકવા પર તેમજ ચેનચાળા, છટાદાર કે ઉશ્કેરણીજનક ભાષણો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
આ હુકમ જેઓ સરકારી કામગીરી કે ફરજ પર હોય અથવા હથિયાર પરવાનગીધારક, ફરજ પરના હોમગાર્ડઝ કે અધિકારી તેમજ અશક્ત વ્યક્તિને આમાંથી મુક્તિ આપવામાં આવે છે. તા. ૧૯/૦૯/૨૦૧૯ થી ૦૩/૧૦/૨૦૧૯ સુધી અમલી આ આદેશનો ભંગ કરનાર શિક્ષાપાત્ર કરશે એમ જાહેરનામામાં ફરમાવાયું છે.