દેશમાં નોન-મેટ્રો શહેરોમાં ડિજિટલ માધ્યમોની સ્વીકાર્યતામાં વૃદ્ધિનો સંકેત
તહેવારની સિઝનમાં એસએમબી વ્યવસાયોને વેગ મળ્યો, બિકાયી સાથે 1 મિલિયન ઉદ્યોગસાહસિકો જોડાયા
તહેવારની સિઝન દરમિયાન બિકાયીના મર્ચન્ટનું જીએમવી રૂ. 10 કરોડને આંબી ગયું
મુંબઈ, તહેવારની ચાલુ સિઝન વચ્ચે સોશિયલ કોમર્સ સ્ટાર્ટ-અપ બિકાયીએએ એના મર્ચન્ટ આધારમાં 30 ટકાની ઊંચી વૃદ્ધિ અનુભવી છે, જેના પગલે એના ગ્રાહકોની કુલ સંખ્યા 4.5 મિલિયન થઈ ગઈ છે. ઇલેક્ટ્રોનિક્સ કેટેગરીમાંથી ઘણા વિક્રેતાઓ છેલ્લાં એક મહિનામાં રૂ. 1 કરોડથી વધારેનું વેચાણ કરી શક્યાં હતાં. બિકાયીના વેપારીઓનું કુલ જીએમવી (ગ્રોસ મર્ચન્ડાઇઝ વેલ્યુ) રૂ. 10 કરોડ થયું છે.
રસપ્રદ બાબત એ છે કે, આ એસએમબી ઉદ્યોગસાહસિકોમાંથી 70 ટકાથી વધારે ટિઅર 2 શહેરોના છે, જે દેશમાં નોન-મેટ્રો શહેરોમાં ડિજિટલ માધ્યમોની સ્વીકાર્યતામાં વૃદ્ધિનો સંકેત છે.
આ SMB ઉદ્યોગસાહસિકોમાંથી મોટા ભાગના 22થી 29 વર્ષની વયજૂથ ધરાવે છે, જેઓ પગારદાર અને પોતાની રીતે રોજગારી મેળવતા એમ બંને પ્રકારની વ્યક્તિઓ છે તેમજ પ્રથમ કે બીજી પેઢીના ઉદ્યોગસાહસિકો છે. તેમનો ઉદ્દેશ તેમના ફેમિલી બિઝનેસને ઓનલાઇન લઇ જવાનો છે.
તહેવારની સિઝનમાં પ્લેટફોર્મ પર સૌથી લોકપ્રિય વ્યવસાય ઇલેક્ટ્રોનિક્સ છે તથા ત્યારબાદ એપેરલ્સ અને ફૂડ આઇટમ્સ (ખાદ્ય ચીજવસ્તુઓ) છે. અન્ય વ્યવસાયોમાં ફર્નિચર, ગિફ્ટની ચીજવસ્તુઓ, હસ્તકળાની ચીજવસ્તુઓ છે, જેના વેચાણમાં વધારો થયો છે. ઉપભોક્તાઓ વિશિષ્ટ અને અલગ ઉત્પાદનો ઇચ્છે છે તથા એનાથી બિકાયીના પ્લેટફોર્મ પર ઘણા નાનાં વ્યવસાયોને વેગ મળ્યો છે.
બિકાયીના સહ-સ્થાપક અને સીઇઓ સોનાક્ષી નાથાનીએ કહ્યું હતું કે, “કોવિડની બીજી લહેર પછી ભારત સરકારે મોટા પાયે રસીકરણ અભિયાન શરૂ કરવાથી અર્થતંત્ર તબક્કાવાર રીતે પગભર થઈ રહ્યું છે. અમને અમારા પ્લેટફોર્મ પર વેપારીઓની સંખ્યામાં ઝડપથી થઈ રહેલી વૃદ્ધિથી પ્રોત્સાહન મળ્યું છે, જેમાંથી મોટી સંખ્યામાં ટિઅર 2-3 શહેરોમાંથી છે.
અત્યારે વેપારીઓ તેમને તેમને તેમના ઉત્પાદનો અંતરિયાળ વિસ્તારોમાં રહેતા ગ્રાહકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થઈ શકેવિશ્વસનિય પ્લેટફોર્મ માટે આતુર છે. તહેવારની સિઝનમાં છેલ્લાં એક મહિનામાં બિકાયીએ વેપારીઓને તેમનું ગ્રોસ મર્ચન્ડાઇઝ વેલ્યુ (જીએમવી)માં સરેરાશ 40 ટકાનો વધારો કરવામાં મદદ કરી છે.
આગામી મહિનાઓમાં દિવાળી અને અન્ય તહેવારો હોવાથી અમે અમારા પ્લેટફોર્મ પર વેપારીઓની સંખ્યામાં 25 ટકાની વૃદ્ધિની અને અમારા જીએમવીમાં 80 ટકા વૃદ્ધિની અપેક્ષા ધરાવીએ છીએ.”
વર્ષ 2019માં સ્થાપિત બિકાયી એસએમબીને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર કામગીરી વધારવા સક્ષમ બનાવે છે, જેથી તેઓ બહોળા ગ્રાહકવર્ગ સુધી પહોંચવા સક્ષમ બનશે. પ્લેટફોર્મ વ્યવસાયોને ડિજિટલ સ્ટોરફ્રન્ટ, વ્યવસાયિક ખાસિયતો અને ટૂલ્સ પ્રદાન કરશે, જે તેમને વૃદ્ધિ કરવામાં મદદરૂપ થાય છે.
કેટલીક ખાસિયતોમાં ડેડિકેટેડ બિઝનેસ કોચ, કેટાલોગ લિસ્ટિંગ, શિપિંગ ફેસિલિટી, પેમેન્ટ્સ તેમજ ગ્રાહકના ખરીદવાના અભિગમ પર ઉપયોગી જાણકારીઓ સામેલ છે, જે તેમને સિંગલ પ્લેટફોર્મ પર તેમના ઇ-કોમર્સ સ્ટોર્સનું વ્યવસ્થાપન કરવાની સુવિધા આપે છે.
ગયા મહિને બિકાયીએ સીક્વોઇયા કેપિટલ ઇન્ડિયાના નેતૃત્વમાં સીરિઝ-એ ફંડિંગ રાઉન્ડમાં 10.8 મિલિયન ડોલરનું ફંડ ઊભું કર્યું હતું. ઓગસ્ટ, 2020ની શરૂઆતમાં કંપનીએ વાય કોમ્પિનેટરના નેતૃત્વમાં ફંડિંગના એના સીડ રાઉન્ડના ભાગરૂપે 2 મિલિયન ડોલરનું ફંડ ઊભું કર્યું હતું.