ભારતીય ક્રિકેટ ટીમ ટી ટવેન્ટી વર્લ્ડ કપ જીતી શકે છેઃ વીરેન્દ્ર સહેવાગ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Sehvag.jpeg)
નવીદિલ્હી, ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧ રોમાંચક રીતે આગળ વધી રહ્યો છે. પાકિસ્તાનની ટીમ હાલમાં રેસમાં સૌથી આગળ દેખાઈ રહી છે, કટ્ટર હરીફ ભારતને હરાવીને ટૂર્નામેન્ટની શરૂઆત કરી અને એ પછી ન્યૂઝીલેન્ડની ટીમને હરાવીને પોતાનો બદલો પણ પૂર્ણ કર્યો હતો.
આ ઘટનાઓ બાદ પાકિસ્તાનની ટીમ વધુ ખતરનાક બની રહી છે.
આ બધાની વચ્ચે જ્યારે એક પ્રશંસકે તેને પૂછ્યું કે કઈ ટીમ વર્લ્ડ કપ જીતવા જઈ રહી છે તો સેહવાગે તરત જ કહ્યું કે વિરાટ કોહલીની ટીમ વાપસી કરી શકશે. તેણે આશા વ્યક્ત કરી છે કે ભારતીય ક્રિકેટ ટીમ આ વર્ષે ટ્રોફી જીતશે અને તેને લોકોને હારના સમયે ટીમ સાથે રહેવા અને તેમને સમર્થન આપવા કહ્યું છે.
સેહવાગે કહ્યું કે મારા મતે ટીમ ઈન્ડિયા આ ટી-૨૦ વર્લ્ડ કપ જીતશે. તેણે બસ અહીંથી સારું ક્રિકેટ રમીને આગળ વધવાનું છે. અમે જ્યારે ટીમ જીતી ત્યારે હંમેશા સપોર્ટ કર્યો છે પરંતુ આ સમયે વધુ સમર્થનની જરૂર પડશે. તેથી મને લાગે છે કે ભારત આ ટી ૨૦ વર્લ્ડ કપ જીતી શકે છે.
ટી-૨૦ વર્લ્ડ કપની શરૂઆત ભારતીય ટીમ માટે બહુ સારી રહી નથી, કારણ કે પાકિસ્તાને જે રીતે તેને હરાવ્યું છે તે કોઈપણ સ્તરે ચુભવા જેવું છે. ટીમ ઈન્ડિયાએ તેની આગામી મેચ ન્યૂઝીલેન્ડ સામે રમવાની છે. બંને ટીમો પાકિસ્તાનના હાથે હારી ચૂકી છે અને તે વાપસીના માર્ગ પર ચાલવા માંગે છે. એક રીતે, આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જે ટીમ મેચ હારી જશે તેને પાછળથી વાપસી કરવી ખૂબ મુશ્કેલ હશે.HS