Western Times News

Gujarati News

કેન્દ્રને જાહેર સાહસોમાંથી રૂા.૧૫,૬૫૧ કરોડનું ડીવીડન્ડ મળ્યું

પ્રતિકાત્મક

નવીદિલ્હી, કેન્દ્ર સરકારે જાહેર સાહસોમાંથી રૂા. ૧૫,૬૫૧ કરોડનું ડીવીડન્ડ મેળવ્યું છે. આજે જાહેર થયેલી માહિતી મુજબ પાંચ જાહેર સાહસો જેમાં નાલ્કોનો પણ સમાવેશ થાય છે તેની પાસેથી રૂા. ૪૧૩ કરોડનું ડીવીડન્ડ મેળવ્યું હતું.

જ્યારે અંતરિક્ષ કોર્પોરેશન અને એનએલસી પાસેથી અનુક્રમે ૭૮ કરોડ તથા ૧૬૫ કરોડનું ડીવીડન્ડ મેળવ્યું હતું. કોચીન શીપ યાર્ડ મારફત રૂા. ૫૨ કરોડનું ડીવીડન્ડ મેળવ્યું છે. કેન્દ્ર સરકારને એપ્રિલ-૨૦૨૦થી માર્ચ-૨૦૨૧ સુધીમાં કુલ રૂા. ૧૫,૬૫૧ કરોડનું ડીવીડન્ડ મળ્યું છે.

અને તે આ વર્ષનું સૌથી ઊંચો આંકડો છે. આ ઉપરાંત સરકારે નાના એકમોમાં ડીસઇન્વેસ્ટમેન્ટ કરીને રૂા. ૯૯૩૦ કરોડની રકમ મેળવી છે. આમ કોવિડ સહિતના કારણોએ સરકારની આવક ઉપર જે મોટો ફટકો માર્યો છે તેમ છતાં એક તરફ ટેક્સ આવક વધી છે અને હવે ડીવીડન્ડ પણ ઉંચું આવતા નાણાકીય સ્થિતિમાં ફાયદો થશે તેમ માનવામાં આવે છે. વિવિધ જાહેર સાહસોમાં કેન્દ્ર સરકાર પોતાની મૂડીની રકમમાંથી જે કમાણી આ સાહસો કરે છે તેમાં ચોક્કસ રકમનું ડીવીડન્ડ મેળવે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.