Western Times News

Gujarati News

કેટરીના-વિકી કૌશલ ૭૦૦ વર્ષ જૂના મહેલમાં લગ્ન કરશે ?

મુંબઈ, વિકી કૌશલ અને કેટરીના કૈફ આખરે બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડનું ટેગ હટાવીને કાયમ માટેના જીવનસાથી બનવા જઈ રહ્યા છે. ઘણા સમયથી તેઓ રિલેશનશિપમાં હોવાની માહિતી સામે આવી રહી હતી અને હવે તેઓ લગ્નના બંધનમાં બંધાવાના છે. તેમના લગ્નનું આયોજન રાજસ્થાનના રણથંભોર નેશનલ પાર્કથી ૩૦ મિનિટના અંતરે આવેલા સવાઈ માધોપુરના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં કરાયું છે.

સિક્સ સેન્સ ફોર્ટ બરવાડા ૭૦૦ વર્ષ જૂનો કિલ્લો છે. જેમાં એક મહેલ અને બે મંદિર પણ છે. આ મહેલની સુંદરતા અને કલા જાેઈને ભલભલાની આંખો અંજાઈ જાય. રિપોર્ટ્‌સ પ્રમાણે, સિક્સ સેન્સ ફોર્ટમાં ૪૮ ગેસ્ટ સ્વીટ છે. ઈસ્ટ વિંગમાંથી ગ્રામીણ વિસ્તારનો નજારો દેખાય છે જ્યારે વેસ્ટ વિંગ સ્વીટથી બરવાડા ગામ દેખાય છે. સિક્સ સેન્સ ઓફ બરવાડાએ ૧૪મી સદીનો કિલ્લો છે.

જેને વેલનેસ સ્પામાં રૂપાંતરિત કરવામાં આવ્યો છે. આ લક્ઝરી મહેલમાં ફોર્ટ સ્વીટ અને અરાવલી સ્વીટ છે. જ્યાં એક રાતનું ભાડુ ૬૫ હજાર રૂપિયાથી લઈને ૧.૨૨ લાખ સુધીનું છે. કિલ્લામાં ચૌથ માતા મંદિર સિવાય ભગવાન શ્રી દેવનારાયણ અને મીન ભગવાનનું પણ મંદિર છે.

રિપોર્ટ્‌સનું માનીએ તો, થોડા દિવસ પહેલા મલાઈકા અરોરા પણ અહીંયા આવી હતી અને એક રાત રોકાઈ હતી. કેટરીના કૈફ અને વિકી કૌશલના પરિવારે લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બંને સબ્યસાચીએ ડિઝાઈન કરેલા આઉટફિટ પહેરવાના છે. એક દિવસ પહેલા કેટરીનાની મમ્મી અને બહેન પણ એથનિક વેઅર સ્ટોરમાં ખરીદી કરતાં જાેવા મળ્યા હતા.

પિંકવિલાના રિપોર્ટ પ્રમાણે, વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન ૭થી ૯ ડિસેમ્બર દરમિયાન યોજાશે. બંનેના લગ્ન ખૂબ ધામધૂમથી અને બે રિવાજ પ્રમાણે થશે. પહેલા તેઓ હિંદુ વિધિથી ફેરા ફરશે અને બાદમાં ચર્ચમાં જઈ ખ્રિસ્તી રિવાજ મુજબ પરણશે. કપલે કંકોત્રી વહેંચવાનું પણ શરૂ દીધું છે. રિપોર્ટ્‌સ પ્રમાણે, કેટરીના તરફ સલમાન ખાન અને તેનો આખો પરિવાર લગ્નમાં સામેલ થવાનો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.