કાજોલ Award Night માટે સજીધજીને નિકળી

મુંબઈ, બોલીવુડ એક્ટ્રેસ કાજાેલ પોતાના બિંદાજ અંદાજ માટે જાણિતી છે. તે લોકો સામે પોતાનું અભિપ્રાય રાખવામાં જરા પણ ખચકાતી નથી, પરંતુ ફેશનના મામલે તેમનો હાથ તોડો તંગ છે. તાજેતરમાં જ એક્ટ્રેસને ફિલ્મફેર માટે ડ્રેસઅપ થતાં જાેવામાં આવ્યા અને તેમની ડ્રેસિંગ સેન્સ જાેઇને ટ્રોલર્સ તૂટી પડ્યા.
એક્ટ્રેસ કાજાેલનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે ફિલ્મફેર માટે તૈયાર જાેવા મળી રહી છે. તેમણે બ્લેક અને વ્હાઇટ કલરનો ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસનો કોલર લોકોને થોડો વિચિત્ર લાગ્યો, જાેકે ટ્રોલર્સે તેમની મજાક બનાવવાનું શરૂ કરી દીધું. જાેકે એક્ટ્રેસે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે પોતાના આઉટફિટને કેરી કર્યો હતો.
આ વીડિયો પહેલાં કાજાેલનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે પોતાની બહેન તનીષા મુખર્જી સાથે લડતી જાેવા મળી હતી. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે કેવી રીતે તનુજા બચાવ કરી રહી હતી અને બંનેને ચૂપ કરાવવાનો પ્રયત્ન કરી રહી. પરંતુ કાજાેલના ચહેરાના ભાવભાવ જાેઇને પ્રતીત થઇ રહ્યું છે કે તેમણે તનીષાની કોઇ વાત પસંદ આવી ન હતી.
બાજીગરની સફળતા બાદ કાજાેલે ક્યારેય પાછળ વળીને જાેયું નથી અને તેમણે પોતાના કેરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું. કાજાેલે ભારતીય સિનેમામાં દિલવાલે દુલ્હનિયા લે જાયેગે, કુછ કુછ હોતા હૈ, કભી ખુશી ખુશી ગમ જેવી સુપરહિટ ફિલ્મો આપી. કાજાેલ અને શાહરૂખ ખાનની જાેડીને મોટા પડદા પર ખૂબ પસંદ કરવામાં આવી.SSS