સાળી-બનેવી વચ્ચેના પ્રેમ સબંધમાં બાળકીનો જન્મ થયો
સુરત, સુરતના ભેસ્તાન ખાતે કચરાના ઢગલામાંથી મળી આવેલ નવજાત બાળકી કેસમાં આખરે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પડાયો હતો. સાળી અને બનેવી વચ્ચેના પ્રેમ સબંધમાં બાળકીનો જન્મ થયો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. છેક બિહારથી બંને બાળકીને મૂકવા માટે સુરત આવ્યા હતા અને અહીં સાળીની ડિલિવરી કરાવી ભાગી છૂટવાના પ્રયાસમાં હતા તે પહેલા જ પકડાઈ ગયા.
ગુરુવારે વહેલી સવારે સુરતના ભેસ્તાન બ્રિજ પાસેના કામનાથ મહાદેવ પાસે કચરાનો ઢગલો પડ્યો હતો. ત્યારે ભારત ઠાકર નામના રાહદારી ત્યાથી પસાર થઈ રહ્યો હતો. આ શ્રમજીવીના કાને બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો. આ અવાજ આવતા જ તેઓ અટકી ગયા હતા.
તેમણે કચરા પાસે જઈને જાેયુ હતું તો કચરાના ઢગલામાં કંઈક હલનચલન થઈ રહ્યુ હતું. એક થેલીમાં હલચલ થઈ હતી, તેમણે થેલી જાેઈ તો એક નવજાત બાળકી લોહીથી ખરડાયેલી બાળકી તેમાં હતી. આ જાેઈ જ ભરત ઠાકોર થીજી ગયા હતા. ભરત ઠાકોરે તાત્કાલિક ૧૦૮ નંબર પર ફોન કરીને ત્યજી દેવાયેલી બાળકી વિશે જાણ કરી હતી. તેમજ પાસે એક રીક્ષાવાળા પાસેથી ચાદર લઈને તેને પ્લાસ્ટિકની થેલીમાંથી બહાર કાઢી હતી.
બાળકી લોહીથી ખરડાયેલી હતી, તેથી તેને પહેલા તો કપડાથી સાફ કરી હતી. ત્યાર બાદ ૧૦૮ ટીમ આવી પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ હતું કે, બાળકીને જન્મના ૪-૫ કલાકમાં જ ત્યજી દેવાઈ હતી. તબીબોના જણાવ્યા પ્રમાણે, ત્યજી દેવાયેલી બાળકી ઘરે જ જન્મી હતી. જન્મ બાદ નાળ કાપી દોરો બાંધવામાં આવ્યો હતો.
બાળકીના વાલીવારસને શોધવા માટે સુરત પોલીસની અલગ અલગ ટિમો બનાવી અલગ અલગ હોસ્પિટલ અને સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. આ દરમિયાન એક યુવાન કચરાના ઢગલા પાસે પ્લાસ્ટિકની થેલી ફેંકતો નજરે પડ્યો હતો. જેથી પોલીસે ફૂટેજના આધારે આ યુવાનની શોધખોળ હાથ ધરી હતી.
તપાસ કરતા આ યુવાન પાડેસરા વિસ્તારમાંથી મળી આવ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ રજનીશ પાસવાન જણાવ્યું હતું. તેને પોતાની જ સાળી સાથે પ્રેમ થઈ ગયો હતો. જેના પરિણામ સ્વરૂપે અસાળી ગર્ભવતી બની હતી. સાળીને બિહારથી સુરત ડિલિવરી માટે લાવ્યો હતો. જ્યાં બંનેએ પોતાનું પાપ છુપાવવા માટે બાળકીના જન્મ બાદ તેને તરછોડી મૂકી હોવાની કબૂલાત કરી હતી. હાલ પોલોસે આરોપી રજનીશની વધુ પૂછપરછ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.SSS